Electric Vehicles: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી આમ આદમીની કમર ભાંગી ગઇ છે. તેનો ઉપાય ફક્ત એક જ છે કે પેટ્રોલ-ડીઝલના બદલે ઇલેક્ટ્રોનિક ગાડીઓનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે. પરંતુ તેની સૌથી મોટી મર્યાદા એ છે કે આપણા દેશમાં ઇલેક્ટ્રોનિક ગાડીઓ માટે પૂરતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જેવી રીતે પેટ્રોલ-ડીઝલ કાર માટે થોડા થોડા અંતરે પેટ્રોલ પંપ છે, તેવી જ રીતે ઇલેક્ટ્રોનિક ગાડીઓ માટે દરેક જગ્યાએ ચાર્જિંગ પોઇન્ટ્સ હોવા જોઇએ.
ચાર્જિંગ સ્ટેશનોની સમસ્યા થશે દૂર
દિલ્હી સરકારે ઇલેક્ટ્રોનિક ગાડીઓને પ્રોત્સાહન આપવા માટે Switch Delhi અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત દિલ્હીના લોકોને ઇલેક્ટ્રોનિક ગાડીઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. તેમને સબસિડી અને અન્ય પ્રકારની સુવિધા આપવામાં આવી રહી છે. પરંતુ તેનાથી મોટી સમસ્યા ચાર્જિંગ સ્ટેશનનોને લઇને પણ એક મોટો પ્લાન બનાવવામાં આવ્યો છે.

દરેક કોલોનીમાં લાગશે ચાર્જિંગ સ્ટેશન
દિલ્હી સરકાર લોકોને તેની કોલોનીઓમાં જ ચાર્જિંગ સ્ટેશન પૂરા પાડવા પર વિચાર કરી રહી છે. દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગહેલોતે કહ્યું કે સ્વિચ દિલ્હી અભિયાન અંતર્ગત શહેરમાં આવાસીય કોલોનીઓમાં ઇલેક્ટ્રિક ગાડીઓ માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવાને લઇને એક પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી લોકોને પોતાના ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ માટે ક્યાંય ભટકવાની જરૂર નહી પડે.
સસ્તામાં ચાર્જ થશે ઇલેક્ટ્રોનિક ગાડીઓ
દિલ્હીના ટ્રાંસપોર્ટ મંત્રી કૈલાશ ગહેલોતે જણાવ્યું કે લોકોને ઇલેક્ટ્રિક ગાડીઓને ચાર્જ કરવાનો ખર્ચ ઓછો આવે તેના માટે દિલ્હી ઇલેક્ટ્રિસિટી રેગ્યુલારિટી કમીશને પેલા જ ચાર્જિંગનો રેટ ઓછો કરી દીધો છે. DERC અનુસાર જો તમે ઘરે પોતાની ઇલેક્ટ્રોનિક કારને ચાર્જ કરે છે તો તમારે પ્રતિ કિલોવોટ 4.5 રૂપિયા ચુકવવા પડશે. પહેલા આ ચાર્જ 5.5 રૂપિયા હતા. આ ઉપરાંત જો તમે ચાર્જિંગ સ્ટેશન પર ઇલેક્ટ્રિક વાહનને ચાર્જ કરે છે તો તમારે 4 રૂપિયા પ્રતિ કિલોવોટના હિસાબે પેમેંટ કરવાનું રહેશે. તે પહેલા 5 રૂપિયા પ્રતિ કિલોવોટ હતો.

દિલ્હીમાં બનશે 500 ચાર્જિંગ સ્ટેશન
દિલ્હીનું બજેટ રજૂ કરતાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એમ પણ કહ્યું હતું કે, આગામી 25 વર્ષમાં તેઓ દિલ્હીની આખી પરિવહન વ્યવસ્થાને ઇલેક્ટ્રિક બનાવશે. તેમણે કહ્યું કે જ્યારે દેશ તેનો 100 મો સ્વાતંત્ર મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આપણી દિલ્હી ગાડીઓના પ્રદૂષણથી 100 ટકા મુક્ત થઇ ગઇ હશે. મનીષ સિસોદિયાએ કહ્યું કે ટૂંક સમયમાં દિલ્હીમાં ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા પણ 72 થી વધારીને 500 કરવામાં આવશે. લંડનની જેમ રેપિડ ચાર્જિંગ પોઇન્ટ પણ બનાવવામાં આવશે. અમારું લક્ષ્ય દિલ્હીમાં દર ત્રણ કિલોમીટરના અંતરે એક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું છે.
2024 સુધીમાં દિલ્હીની 25 ટકા ગાડીઓ ઇલેક્ટ્રિક બનશે
આ અગાઉ 4 ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 2024 સુધીમાં, દિલ્હીમાં ખરીદવામાં આવતા તમામ વાહનોમાંથી ઓછામાં ઓછા 25 ટકા ઇલેક્ટ્રિક વાહનો તૈયાર કરવા જોઈએ, આવી બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની છે. આ માટે લોકોએ વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા જોઈએ, દિલ્હી સરકારે મોટા પાયે સબસિડી આપવાની યોજના બનાવી છે.

‘ ઇલેક્ટ્રિક વાહન પર મળશે આટલી સબસિડી’
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ‘જો તમે ટુ-વ્હીલર અથવા થ્રી વ્હીલર ખરીદો છો તો તમને 30,000 રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે. જો તમે ફોર-વ્હીલર ખરીદો છો, તો તમને લગભગ 1.5 લાખ રૂપિયા સુધીની સબસિડી મળે છે. આ સબસિડી તમારું વાહન ખરીદ્યાના 3 દિવસની અંદર તમારા ખાતામાં જમા થઇ જાય છે. આ ઉપરાંત જેટલા પણ ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવામાં આવશે તેના પર કોઇ રોડ ટેક્સ નહીં લાગે, રજીસ્ટ્રેશન ચાર્જિસ પણ નહી લાગે. ‘
Read Also
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો