500 કરોડની ફિલ્મ રોબોટ 2.0 ગુજરાતના આ થીએટરમાં અટકી અટકીને ચાલવા લાગી

નવસારીના સિનેમા ઘરમાં રજનીકાંતની રોબોટ 2.0 ફિલ્મનો સાઉન્ડ બરાબર ન હોવાને કારણે વારંવાર અટકી પડી હતી. આખરે સિનેમા ઘરના સંચાલકોએ શો બંધ કરી દેતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. લોકોએ ટીકીટના પૈસા પાછા મેળવવા હોબાળો કર્યો હતો. 500 કરોડ ઉપરની ફિલ્મ હોવા છતા નવસારીના એક થીએટરમાં જ્યારે નોર્મલ ફિલ્મ હોય તેમ અટકી પડી હતી. જેથી સિનેમા સંચાલકોની વિશ્વસનિયતા પર સવાલો ઉઠ્યા હતા અને લોકો રોષે ભરાયા હતા. 

ફિલ્મની સ્પેશિયલ ઇફેક્ટ છે રાજા

ફિલ્મની સ્પેશિયલ ઇફેક્ટ ફિલ્મનો રાજા હોવાથી ફિલ્મ આ વર્ષની સૌથી મોટી બમ્પર ઓપનર બનશે તેવું વિચારતા હતા, પણ એવું બન્યું નથી. ઉપરથી ફિલ્મ બાહુબલીનો ભારતમાં પહેલા દિવસનો રેકોર્ડ તોડશે તેવી વાતો પણ માત્ર સૂરસૂરિયુ નીકળી હતી. જોકે બાહુબલી ધ કન્કલુઝન પણ પહેલા દિવસે ફિલ્મ હેપ્પી ન્યૂ યેરનો કિર્તીમાન નહોતી તોડી શકી. એ રેકોર્ડ 50 કરોડની પહેલા દિવસની કમાણી સાથે આ વર્ષની સૌથી નબળી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાને તોડ્યો હતો.

ફિલ્મમાં સાઉથના મેગાસ્ટાર રજનીકાંત હોવાના કારણે દક્ષિણમાં, તો અક્ષય કુમાર હોવાથી બોલિવુડમાં પણ ફિલ્મને ફાયદો મળવો જોઇતો હતો. જેની જગ્યાએ ફિલ્મને કોઇ ખાસ ફાયદો થયો નથી. ફિલ્મે ભારતમાં બે દિવસમાં 38.25 કરોડની કમાણી કરી લીધી છે. જેણે ગુરૂવારે 20.25 કરોડ તો શુક્રવારે 18 કરોડની કમાણી કરી હતી. જેની સામે શનિવારે આ ફિલ્મે 25 કરોડની કમાણી કરતા. ભારતમાં રોબોટ 2.0ની કમાણીનો આંકડો 136 કરોડે પહોંચી ચૂક્યો છે. 

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter