50 વર્ષ પહેલા આ જાતિનાં 44 લોકોને બાળીને ખાખ કરી નાખ્યાં હતાં, કારણ પાટીદાર આંદોલન જેવું

50 વર્ષ પહેલાં જમીન માલિકોએ અનુસૂચિત જાતિના 44 લોકોને જીવતા જીવ બાળીને ખાખ કરી નાખ્યાં હતાં. અને એ ફક્ત એટલા માટે કે તેઓ પૂરતુ વેતન અને સામાજિક સમાનતા માગતાં હતા. આ બનાવમાં પોલીસે પણ જમીન માલિકોનો સાથ આપ્યો હતો.

આજથી બરાબર 50 વર્ષ પહેલાં તમિલનાડુના તાન્જોર જિલ્લાનાં કિલવેનમની ગામમાં અનુસૂચિત જાતિના 44 લોકોને જીવતા જીવ બળીને ખાખ કરી નાખવામાં આવ્યાં હતાં. તેમા 20 મહિલાઓ, 16 બાળકો અને 5 વૃદ્ધનો સમાવેશ થાય છે. 25 ડિસેમ્બર 1968ની રાત્રે ઘટેલી આ ઘટનાને આજે યાદ કરીને સુબ્રમણિયમ કુમાર કે જે 55 વર્ષનાં છે તે કહે છે કે “ગાઢ અંધકાર હતો, અવાજ થતો હતો અને ચોતરફ પર્યાવરણ પર એક ભયનો પડછાયો હતો. એક પાંચ વર્ષનો બાળક તેની માતા પાસે ડરતો ડરતો જાય છે. માતાને કોઈએ ચાકુ મારેલી છે. અને તેના પિતાનાં શરીરમાં કોઈએ 40 બુલેટ્સ મારેલી હતી. પછી પિતાને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ એ જ બાળકનાં ગામનાં 44 લોકોને જીવતા સળગાવીને મારી નાખવામાં આવ્યાં હતા. “

સીપીઆઈ (એમ) ના નેતૃત્વ હેઠળ જમીન વગરનાં ખેડૂતો તે સમયે તાન્જોર જીલ્લાના કિલવેનમની ગામમાં વેતન વધારવા માટે અને સામાજિક સમાનતા માટે આંદોલન કરતા હતા. જેના કારણે જમીન માલિકોને અન્ય ગામોમાંથી મજૂરો લાવતા પડતા હતા. આ આંદોનલો દરમિયાન માલિકોએ કરેલી પ્રતિકિયા એ નરસંહારનાં રૂપમાં સામે આવી. કુમારે જણાવ્યું હતું કે, “રાત્રે લગભગ 10 વાગે લગભગ 100 ગુડાંઓ પોલીસની ગાડીઓ લઈને ગામમાં આવ્યા હતા, તેમની પાસે ટોર્ચ અને દેશી બંદૂકો હતી, જેનો ઉપયોગ તેઓ પક્ષીઓને મારવા કરતા હતા.” તેઓએ એમ પણ કહ્યું કે લગભગ એક ડઝન પોલીસ કર્મચારીઓ હતા જે ગામોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

થોડી મિનિટોમાં તેણે કાચા મકાનોને ઘેરી લીધા અને ભાગવાના તમામ રસ્તા બંધ કરી દીધા. તેમણે અનુસૂચિત જાતિના મજુરો પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું, જેમાં અનુસૂચિત જાતિનાં બે લોકો ઘાયલ થઈ હતા. આ સમયે ગામનાં લોકો પાસે માત્ર સામે પત્થરો ફેંકવા સિવાય કોઈ જ રસ્તો નહોતો. ભાગવાનો કોઈ રસ્તો ન મળતા અનેક સ્ત્રીઓ, બાળકો અને પુરુષો ઝૂંપડુામા ભાગી ગયા. પછી હુમલાખોરોએ આ ઝુપડું ઘેરી લીધું અને આગ લગાવી દીધી. ઝુપડાની અંદર રહેલા લોકો આગનાં કારણે બળી ગયા. જેમાં 20 મહિલાઓ, 16 બાળકો અને 5 વૃદ્ધ પુરુષો બળી ગયા હતા.

આ ઘટના પછી તરત જ હુમલાખોરો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગયા અને ત્યાં જઈને સંરક્ષણ માંગ્યું કે જેથી કરીને જો અનુસૂચિત જાતિના લોકો બદલો લેવા આવે તો હુમલાખોરો તેમનાથી બચી શકે. અને જોવા જેવી વાત એ છે કે પોલીસે પણ તેમની મદદ કરી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter