GSTV

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 50 હજાર ટેસ્ટિંગ, અત્યાર સુધી ટેસ્ટિંગની સંખ્યા 11 લાખને પાર

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગમાં આજે વધારો કરીને 50 હજારને પાર થયો છે. જે અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ટેસ્ટિંગ છે. રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી છે. રાજયમાં 8 એપ્રિલે કોરોના ટેસ્ટિંગ 4224 કરાયા હતા. જે 26 એપ્રિલ સુધીમાં 51 હજાર ટેસ્ટ સુધી પહોંચ્યા હતા. જ્યારે આજે એક જ દિવસમાં કોરોના ટેસ્ટિંગના 50હજાર દરરોજ ટેસ્ટ થઈરહ્યા છે. રાજ્યમાં 30 મે સુધીમાં 2 લાખ જેટલા ટેસ્ટિંગ થયા હતા. આજે કોરોના ટેસ્ટિંગની સંખ્યા 11 લાખને પાર થઈ ગઈ છે. રાજ્યમાં જુલાઈ સુધીમાં 7.38 લાખ ટેસ્ટિંગ થયા હતા. જ્યારે 12 દિવસમાં વધુ 4 લાખ જેટલા કોરોના ટેસ્ટિંગ થયા છે. રાજ્યમાં 12 દિવસમાં નવા 13 હજાર કેસ વધ્યા છે.

સંક્રમણનો આંક 75 હજારની નજીક

રાજ્યમાં આજે વધુ નવા 1152 પોઝીટીવ કેસ સાથે સંક્રમણનો આંક 75 હજાર નજીક પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 74395 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે સાજા થનારાની સંખ્યા પણ 57 હજારને પાર થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 દિવસ પછી કોરોનાથી થતા મોતનો આંક 20થી નીચે ગયો છે. રાજ્યમાં 18 જુલાઈએ કોરોનાથી 19 લોકોના મોત થયા હતા. જે પછી આંક 20થી ઉપર રહ્યો હતો. રાજયમાં આજે 18 લોકોના કોરોનાથી મોત થયા છે.

12 દિવસમાં 13 હજારથી વધુ નવા પોઝીટીવ કેસ

રાજ્યમાં છેલ્લા 12 દિવસમાં 13 હજાર નવા પોઝીટીવ કેસ વધ્યા છે. રાજ્યમાં સુરતમાં સંક્રમણનો આંક પણ 16 હજાર નજીક પહોંચી ગયો છે. અમદાવાદમાં કોરોના સંક્રમણના 28350 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના સંક્રમણનો આંક 6 હજારની નજીક પહોંચી ગયો છે. તો રાજકોટમાં પણ સંક્રમણની સંખ્યા 3 હજાર નજીક થઈ છે. ભાવનગરમાં કોરોના સંક્રમણની સંખ્યા 2 હજાર પહોંચી ગઈ છે.

READ ALSO

Related posts

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

Pravin Makwana

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!