GSTV
Ajab Gajab Trending

50 રહેવાસીઓને ડિલિવરી થાય છે ટપાલની અને એ પણ વળી હોડીમાં બેસીને

ફ્રાન્સમાં માર્સેશ નામનો નાનકડો વિસ્તાર છે. આ વિસ્તાર હકીકતે એક જળાશય છે અને કાંઠે પચાસેક નાગરિકો રહે છે.
અહીં મોટે ભાગે ફ્લાવરની ખેતી થાય છે. એ ફ્લાવર આખા ફ્રાન્સમાં પહોંચતા કરાય છે.

મજાની વાત એ છે કે ફાઈવ-જી કમ્યુનિકેશનના યુગમાં પણ અહીંના રહેવાસીઓ ટપાલ દ્વારા જગતના સંપર્કમાં રહે છે.
અહીં નિયમિત ટપાલો આવે છે અને અહીંથી નિયમિત ટપાલો રવાના કરવામાં આવે છે.

ટપાલ લેવા-દેવાનું કામ 24 વર્ષનો ચાર્લ્સ ડેફોર્ટ કરે છે.

મોટા ભાગનો વિસ્તાર જળમાં ડૂબેલો હોવાથી અહીં હોડી લઈને જ ફરવું પડે છે.

ચાર્લ્સ હોડી પોતાની નાનકડી લાકડાની બનેલી હોડી લઈને નીકળી પડે છે અને પોણી કલાક સફર કરે ત્યારે આખા ગામને ટપાલ પહોંચાડી શકે છે.
આ વિસ્તાર યુનેસ્કો દ્વારા હેરિટેજ જાહેર થયેલો છે. માટે તેની જાળવણી કરવા ત્યાં કોઈ પ્રકારના બાંધકામો કે બીજી માનવિય દખલગીરી કરવામાં આવતી નથી.

જગતમાં ભલે આધુનિક કમ્યુનિકેશન ટેકનોલોજીની બોલબાલા હોય પરંતુ એ ટેકનોલોજી અને આધુનિકતા દુનિયાના દરેક ખૂણા સુધી પહોંચી શકતા નથી.

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV