50 ખેડૂતોને મગફળી લઇ બોલાવાય છે, પણ આવે છે માત્ર 25થી 30

ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની ટેકાના ભાવે ખરીદાતી મગફળીનો એક સપ્તાહ જેટલો સમય થઇ ગયો છે. ત્યારે સરકાર દ્વારા ૩ હજાર ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોમાંથી રોજના ૫૦ ખેડૂતોને મગફળી લઇને બોલાવવામાં આવે છે. પરંતુ તેમાંથી માત્ર ૨૫ થી ૩૦ ખેડૂતો જ મગફળીના વેચાણ માટે યાર્ડ ખાતે આવે છે.

અઠવાડિયા દરમિયાન રજીસ્ટ્રેશન થયેલા ૨૦૦ જેટલા ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત યાર્ડમાં વેપારીઓ ટેકાના ભાવ કરતા ૪૦ થી ૬૦ રૂપિયા ઓછા ભાવે મગફળીની ખરીદવમાં આવી આવે છે. જેની પેમેન્ટ ઝડપથી મળી જાય છે.

જેથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવામાં નીરસતા દાખવી રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે વેચાણમાં પેમેન્ટ ક્યારે આવશે તે નક્કી હોતુ નથી અને સરકારી દાખલા, રજીસ્ટ્રેશન જેવી કાર્યવાહીથી ખેડૂતો કંટાળી જાય છે અને ઘણીવાર યાર્ડમાં મગફળી લાવ્યા પછી પણ સેમ્પલ ફેઇલ જતુ હોય છે. જેથી ખેડૂતો અન્ય વેપારીઓને મગફળીનું વેચાણ કરી રહ્યાં છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter