GSTV
Home » News » 50 ટકા બેન્કો નહીં ટકી શકે આ મંદીમાં, આ રિપોર્ટમાં થયા મોટા ખુલાસા

50 ટકા બેન્કો નહીં ટકી શકે આ મંદીમાં, આ રિપોર્ટમાં થયા મોટા ખુલાસા

વિશ્વની પચાસ ટકાથી વધુ બેન્કો એટલી નબળી છે જે મંદી સામે ટકી શકે એમ નથી. વિશ્વની મોટાભાગની બેન્કોનું ઈક્વિટી પરનું રિટર્ન્સ તેમના ખર્ચ સાથે સુસંગત રહેતું નહીં હોવાથી તે આર્થિક રીતે ટકી શકે એમ નથી એમ મેકેનઝીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું.

આપણું અર્થતંત્ર છેવટના પડાવમાં

સૂચિત આર્થિક મંદી આકાર લઈ લે તે પહેલા ટેકનાલોજીના વિકાસ, કામગીરીમાં સુધારા તથા મર્જર્સ મારફત મજબૂતાઈ હાંસલ કરી લેવા તેણે બેન્કોને અનુરોધ કર્યો છે. આપણું અર્થતંત્ર છેવટના પડાવમાં છે અને બેન્કોએ જોરદાર પગલાં લેવાનો સમય આવી ગયો છે કારણ કે તે યોગ્ય સ્થિતિમાં નથી એમ મેકેનઝીના એક સહયોગીએ જણાવ્યું હતું. અંતિમ પડાવમાં છીએ અને કોઈને પણ તેમની સિદ્ધિઓ પર આધાર રાખવાનું પરવડી શકે નહીં.

નાણાંકીય સેવા ક્ષેત્રે અનેક નવીનતાઓ જોવા મળી

વૈશ્વિક નાણાંકીય કટોકટી બાદના એક દાયકામાં નાણાંકીય સેવા ક્ષેત્રે અનેક નવીનતાઓ જોવા મળી છે જેમાં નવા ફાઈનટેક સ્ટાર્ટઅપ્સથી લઈને મોટી કંપનીઓ જેવા સ્પર્ધકો જોવા મળ્યા છે ત્યારે આ સ્પર્ધકો સામે સ્પર્ધા કરવી, તેમનામાં ભળી જવું કે પછી તેમને હસ્તગત કરવા તેને લઈને બેન્કો અવઢવમાં આવી ગઈ છે.

પોતાના રિપોર્ટમાં મેકેનઝીએ જણાવ્યું છે કે, બેન્કોના જોખમ ઈતિહાસની એક ટૂંક નોંધ બની ગઈ છે, કારણ કે નવાંગતુકોએ ઉપભોગતાઓના વર્તનમાં બદલાવ લાવી દીધો છે.

કાર્યક્ષમતા વધારવાના બેન્કોના પ્રયાસો એક સામાન્ય વેપાર

કાર્યક્ષમતા વધારવાના બેન્કોના તાજેતરના પ્રયાસો એક સામાન્ય વેપાર તરીકે જ જોવાયા છે. પોતાના ઈનફરમેશન ટેકનોલોજી બજેટમાં નવીનતા માટે બેન્કો માત્ર ૩૫ ટકા જ રકમ ફાળવે છે, જ્યારે ફાઈનટેક ૭૦ ટકાથી વધુ ફાળવે છે. 

વિશ્વમાં ઊભરી રહેલી નવી ટેકનોલોજી કંપનીઓ નાણાંકીય – સેવા ક્ષેત્રના ગ્રાહકોને ઝડપી રહી છે. બેન્કો માટે સ્થિતિ વધુ વણસાવતી એક બાબત એ છે કે નવા ખેલાડીઓ બેન્કોને જે ઊંચા વળતર પૂરા પાડે છે તેવા વેપાર જેમ કે ક્રેડિટ કાર્ડસ તરફ નજર દોડાવી રહ્યા છે.

Read Also

Related posts

સારાનાં દિલકશ અંદાઝનાં ફેન થયા યૂઝર, જુઓ PHOTOS…

pratik shah

ફક્ત 25 રૂપિયામાં રેલવે આપે છે આ ખાસ સુવિધા, મુસાફરોના બચશે હજારો રૂપિયા

Bansari

મોદી સરકારે આપી મોટી રાહત! FASTag ન હોય તો પણ ચિંતા નહી, આ તારીખ સુધી કરી શકશો કેશ પેમેન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!