GSTV
News Trending World

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

કુપોષણ

યુનાઈટેડ નેશન્સની સંસ્થા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડા ડેવિડ બેસ્લીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ૪૫ દેશોના પાંચ કરોડ કરતાં વધુ લોકો ભૂખમરાથી પીડિત છે. એટલું જ નહીં, આ આંકડાંમાં ઘટાડાને બદલે વધારો થઈ રહ્યો છે. વિવિધ કારણોથી ભૂખમરાની સમસ્યા વકરી ગઈ છે. યુદ્ધ-ક્લાઈમેટ ક્રાઈસિસ-કોરોના મહામારી વગેરેએ માનવજાતિ માટે મુશ્કેલી સર્જી છે.

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડા ડેવિડ બેસ્લીએ કહ્યું હતું કે દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત છે. ૨૭ કરોડ કરતાં વધુ લોકો એક ટંક ખાવાનું ક્યાંથી અને કેવી રીતે મળશે તેની સામે ઝઝૂમી રહ્યા છે. તેમને ખબર હોતી નથી કે હવે પછીનું ભોજન તેમને કેવી રીતે મળશે. તેમની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.

તેમણે દાવો કર્યો હતો કે દુનિયામાં દર પાંચમી સેકન્ડે એક બાળક ભૂખમરાથી મૃત્યુ પામે છે. કોરોના મહામારી, યુદ્ધની સ્થિતિ, દુનિયાભરમાં અલગ અલગ સ્થળોએ અરાજકતા, આતંકવાદ, ક્લાઈમેટ ક્રાઈસિસ, મોંઘવારી, બેરોજગારી વગેરેના કારણે કરોડો લોકો ભૂખમરામાં ધકેલાઈ રહ્યા છે. ડેવિડ બેસ્લીએ દુનિયાભરના સદ્ધર દેશોને અપીલ કરી હતી કે ખોરાકની અછત સામે યુદ્ધના ધોરણે લડવાની જરૃર છે. જો ૨૧મી સદીમાં દુનિયા સામે ભૂખમરાની સમસ્યા હોય તો એ આજની માનવજાત માટે શરમજનક બાબત ગણાય.

તેમણે સરકારો ઉપરાંત ટોચના ઉદ્યોગપતિઓને ભૂખમરા સામે લડવા માટે દાનનો પ્રવાહ વહાવવાની અપીલ પણ કરી હતી. ખાસ તો ખાડી દેશોના ધનવાનોને આ સંકટમાંથી નીકળવા મદદ કરવાનું આહ્વાહન આપ્યું હતું. પોતાની કમાણીમાંથી થોડોક હિસ્સો દાનમાં આપે તો પણ આ સમસ્યા સામે લડી શકાય તેમ છે એવું તેમણે ઉમેર્યું હતું.

Related posts

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah
GSTV