GSTV
Home » News » રોજગારીના ફક્ત દાવા? નોટબંધી બાદ 50 લાખ લોકોએ ગુમાવી નોકરી, હજુ સુધારની કોઈ સ્થિતિ નહીં

રોજગારીના ફક્ત દાવા? નોટબંધી બાદ 50 લાખ લોકોએ ગુમાવી નોકરી, હજુ સુધારની કોઈ સ્થિતિ નહીં

azim premji report

નોટબંધી બાદ દેશમાં લગભગ 50 લાખ લોકો બેરોજગાર થયા. 2016 એ વર્ષ છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. બેંગાલુરુમાં અજીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલા રિપોર્ટ મુજબ વર્ષ 2016થી 2018 વચ્ચે દેશમાં લગભગ 50 લાખ લોકોએ નોકરી ગુમાવી.

રિપોર્ટ મુજબ વર્ષ 2016માં ત્રીજા ક્વાટરમાં સપ્ટેમ્બર 2016થી ડિસેમ્બર 2016 વચ્ચે શહેરી અને ગ્રામીણ લોકોની લેબર પાર્ટિશિપેસન ફોર્સમાં ભાગીદારી અચાનક ઘટવા લાગી હતી. જેનો મતલબ એ છે કે સપ્ટેમ્બર 2016માં નોકરીઓ ઘટવા લાગી અને 2017થી સતત રોજગારીની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો અને નોટબંધી બાદ હજુ સુધી સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.

સાથે જ રિપોર્ટમાં નોટબંધીથી ભવિષ્યમાં રોજગારનું સંકટ હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે 20થી 24 વર્ષના વર્ગમાં સૌથી વધુ બેરોજગારી છે. નોટબંધીથી પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધુ પ્રભાવિત થઈ છે.

લોકસભા ચૂંટણી દરમિયાન જ આ રિપોર્ટ સામે આવતા વિરોધી પાર્ટીઓને મોદી સરકાર પર પ્રહાર કરવાની એક તક મળી છે. કેમકે વિપક્ષો લાંબા સમયથી રોજગાર મુદ્દે મોદી સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે. 

Read Also

Related posts

ડેન્ગ્યુ અને મલેરિયા મુદ્દે ‘રોગીલા’ રાજકોટને હવે રાજકારણનો લાગ્યો રંગ, ભાજપ-કોંગ્રેસ આમને સામને

Mayur

વાઘ બારસને ઓળખવામાં આવે છે ગોવત્સ દ્વાદશી તરીકે પણ, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે કરો આ વ્રત

NIsha Patel

રંજન ગોગોઈએ સરકારને પત્ર લખી કરી ભલામણ, આ વ્યક્તિને બનાવો સુપ્રીમ કોર્ટના નવા જજ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!