GSTV
Home » News » માછીમાર સમાજના આગેવાનોએ સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ કરી

માછીમાર સમાજના આગેવાનોએ સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ કરી

થોડા સમય અગાઉ અરબ સાગરમાં સર્જાયેલા વાવાઝોડાની સ્થિતિથી માછીમારોને પડેલા ફટકા પર સરકાર ધ્યાન આપે અને ખેડૂતોની જેમ સહાય પેકેજ ચુકવે તેવી માંગ કરી છે. મંગળવારે વેરાવળ ખાતે સૌરાષ્ટ્રના 50 જટેલા માછીમારોના આગેવાનોનું સંમેલન થયુ હતુ. જેમાં સરકાર સામે રણનીતિ ઘડવાની તૈયારીઓ કરાઈ હતી. સમગ્ર વર્ષ ખેડૂતો અને માછીમારો માટે માઠુ સાબિત થયુ છે. જેથી સાગર ખેડૂતોએ પણ ભારે નુકશાન થયુ છે. ત્યારે સહાય પેકેજની માંગ ઉઠી છે.

વેરાવળથી 3 હજાર કરોડથી વધુની મચ્છી દેશ-વિદેશમાં એકપોર્ટ થાય છે. પરંતુ આવર્ષે પાંચ વાવાઝોડા અરબ સાગરમાં સક્રિય થયા હતા. જેથી માછીમારોને કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે. વેરાવળ, પોરબંદર, માંગરોળ હર્ષદ,કોડીનાર,સુત્રાપાડા, જાફરાબાદ સહિત 50 બંદરોના માછીમારો બેઠકમાં સામેલ થયા હતા. અન્ય રાજ્યની ટ્રોલી બોટોને સૌરાષ્ટ્રના દરિયામાં આવતી અટકાવવાની પણ કેન્દ્ર સરકાર સુધી કરવાની તૈયારી માછીમારા આગેવાનોએ કરી છે. આ ઉપરાંત માછીમારોના અકસ્માતે દરિયામાં થયા મોતની વહેલી તકે સહાય મળે તેવી પણ માંગ કરવાનો નિર્ણય કરાયો છે.

READ ALSO

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!