GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ફ્રાન્સના એક ઐતિહાસીક ડ્રામામાં 124 કરોડ રૂપિયાનો રોબોટ કરે છે અભિનય

ફ્રાન્સના ઐતિહાસીક ડ્રામા ગાર્ડિયન ઓફ ધ ટેમ્પલને લા મશીનિયા કંપનીએ સામાન્ય જનતાની વચ્ચે રજૂ કર્યો. ખાસ વાત એ છે કે આ કંપનીએ પોતાના ખર્ચે જ રોબોટનું નિર્માણ કર્યું. 50 ફૂટનો એક વિશાળ રોબોટ બનાવવામાં કંપનીને 15 મિલિયન યૂરો એટલે કે આશરે 124 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. જ્યારે કળાપ્રેમી ટૂલો શહેરને શો પ્રદર્શિત કરવા માટે કુલ 4.4 મિલિયન યૂરો એટલે કે 35 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.

પૌરાણીક શો ખતમ થયા બાદ કંપની ટૂલો શહેરમાં જ એક ખાસ મ્યૂઝીયમ બનાવવાની તૈયારીમાં છે. જ્યાં આ શોમાં પાત્ર ભજવનારા રોબોટને રાખવામાં આવશે. જે સ્થળે રોબોટને રાખવામાં આવશે તેને હોલ ઓફ મશીન નામ આપવામાં આવ્યું છે.  

શહેરના અધિકારીઓનું માનવું છે કે આ આયોજને દુનિયાના લોકોને આકર્ષિત કર્યા છે. જેથી આગામી દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ટુલો શહેર તરફ આવવાની સંભાવના છે. મ્યૂઝીયમ મારફત ટૂલો શહેર સરળતાથી પોતાની કમાણી વધારી શકે છે.

મનાઇ રહ્યું છે કે આગામી દિવસોમાં અન્ય કેટલાક દેશો પણ આ પ્રકારના આયોજન માટે રોબોટ કંપનીનો સંપર્ક કરી શકે છે.

ફ્રાન્સના ટૂલો શહેરમાં છેલ્લા થોડા દિવસથી નાટકમાં કોઈ માનવી કલાકાર નથી પરંતુ  50 ફૂટ લાંબા રોબોટને શોનું મુખ્ય પાત્ર બનાવવામાં આવ્યો છે.  આ શોને લાખો લોકો નિહાળી ચુક્યા છે.

ફ્રાંસના ટૂલો શહેરમાં છેલ્લા થોડા દિવસોથી લોકો એક અનોખો પૌરાણીક ડ્રામા શો નિહાળી રહ્યા છે.આ શોની ખાસિયત તે છે કે તેમાં કોઇ માનવ કલાકાર નથી. પરંતુ એક 50 ફૂટનો ઉંચો રોબોટ આ શોનું મુખ્ય પાત્ર છે.

45 ટનથી વધુ વજન ધરાવતા આ રોબોટ પાસે કાયદેસર સ્ક્રિપ્ટ અને ડાયરેક્શન હેઠળ શહેરની શેરીઓમાં પરફોર્મ કરાવવામાં આવ્યું.

ફ્રાંસના આ પૌરાણીક શોની લોકપ્રિયતાનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે થોડા દિવસોમાં જ આ શોને છ લાખ લોકો નિહાળી ચુક્યા હતા.

આ ઉપરાંત શોમાં એક 45 ફૂટના રોબોટ કરોળિયાનું પાત્ર પણ બનાવાયું છે. જો કે કંપની આ કરોળિયાના આકારના રોબોટનો પહેલા જ પણ ઉપયોગ કરી ચુકી છે. આ વિશાળ રોબોટના સંચાલન માટે ટીમ વર્ક સાથે કામ કરવું પડે છે. ડ્રામા શોની ટીમ રોબોટનું સંચાલન કરે છે.

લોકોની વચ્ચે ઉભેલો રોબોટ ન માત્ર શેરીઓમાં ફરે છે. સાથે નાકમાંથી ધૂમાડા પણ કાઢે છે. આ ઉપરાંત પોતાના હાથ વડે મશાલ પકડીને પાત્રને ન્યાય આપે છે. લોકો માટે આ અનુભવ રોમાંચિત કરનારો બની રહે છે.

Related posts

સીબીઆઈના 2 અધિકારીઓ આવ્યા કોરોના પોઝિટીવ, દેશમાં કોરોના બની રહ્યો છે બેકાબૂ

Nilesh Jethva

કોરોનાના ડરથી ઘરમાં એસી કે કૂલર ચલાવતાં લાગે છે ડર તો આ રીતે ઘરને રાખો ઠંડુ

Nilesh Jethva

હવે આ રાજ્યમાં દારૂના વધી જશે ભાવ : સરકારે કોરોના સેસ લગાવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!