GSTV
Home » News » આ રાજ્યની સરકાર ઉથલાવા ભાજપે ત્યાંના ધારાસભ્યોને કરી 50 કરોડની ઓફર

આ રાજ્યની સરકાર ઉથલાવા ભાજપે ત્યાંના ધારાસભ્યોને કરી 50 કરોડની ઓફર

કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ સરકારને ઉથલાવવા માટે ભાજપ કોંગ્રેસના દરેક ધારાસભ્યને ૫૦ કરોડ રૃપિયાની ઓફર કરી રહી છે પણ કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ભાજપમાં જશે નહીં તેમ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું છે. 

બીજી તરફ એચ ડી કુમારસ્વામી કેબિનેટના અન્ય બે પ્રધાનોએ આક્ષેપ કર્યો છે કે ભાજપ હજુ પણ કર્ણાટક સરકારને ઉથલાવવાના પ્રયત્નો કરી રહ્યો છે. જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના કેટલાક ધારાસભ્યો જેડીએસ-કોંગ્રેસ સરકારમાં જોડાવા ઉત્સુક છે. 

સિદ્ધારમેયાના દાવાઓને ફગાવી દેતા ભાજપ વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે રાજ્યની વર્તમાન સરકારે પાયાવિહોણા આક્ષેપો કરવાને બદલે રાજ્યના વહીવટ પર ધ્યાન આપવાની જરૃર છે. 

શાસક પક્ષ દ્વારા આ આક્ષેપો એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસના નારાજ ધારાસભ્યો ૬ ફેબુ્રઆરીથી શરૃ થતા વિધાનસભાના બજેટ સત્રમાં ગેરહાજર રહીને વર્તમાન સરકારને ઉથલાવવાના પ્રયત્નો કરશે. 

ગયા સપ્તાહમાં ભાજપના વરિષ્ઠ નેતા આર અશોકાએ જણાવ્યું હતું કે શાસક પક્ષના ૨૦ થી ૨૫ ધારાસભ્યો વર્તમાન સરકારથી નારાજ છે અને તેઓ પોતાના પક્ષના હાઇકમાન્ડથી અંતર રાખી રહ્યાં છે. 

પત્રકારો સાથેની વાતચીતમાં સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે ભાજપ ૨૦ ધારાસભ્યોને ૫૦-૫૦ કરોડ રૃપિયા આપવા તૈયાર છે. જેનો અર્થ થાય છે કે ભાજપ વર્તમાન સરકારને ઉથલાવવા માટે ૧૦૦૦ કરોડ રૃપિયા ખર્ચવા તૈયાર છે. ભાજપ આટલી મોટી રકમ ક્યાંથી લાવશે?

Related posts

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah

ડીઆરડીઓએ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળ પરીક્ષણ કર્યું

Path Shah

બંગાળમાં BJPની એન્ટ્રીથી દીદી સફાળા જાગ્યા, TMC નેતાઓને કહ્યું તાત્કાલિક…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!