GSTV

‘આધાર ઇફેક્ટ’: 50 કરોડ મોબાઇલ થઇ જશે બંધ, Jio યુઝર્સ પર સૌથી મોટો ખતરો

Last Updated on October 18, 2018 by Bansari

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે પચાસ કરોડ  જેટલા ભારતના મોબાઈલ વપરાશકારોના મોબાઈલ કનેક્શન પર ખતરો ઝળુંબી રહ્યો છે. મોબાઈલ ફોનનો ઉપયગો કરનારા પચાસ ટકા લોકોએ નવી કેવાઈસી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આધાર વેરિફિકેશન દ્વારા લેવામાં આવેલા સિમ કાર્ડને કોઈ અન્ય આઈડેન્ટિફિકેશન પ્રક્રિયાના બેકઅપ નહીં મળવાની સ્થિતિમાં આવા કનેક્શન ડિસકનેક્ટ થઈ જશે.

તાજેતરમાં એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આદેશ આપીને કોઈપણ પ્રાઈવેટ કંપનીને કોઈ વ્યક્તિના યૂનિક આઈડીનો ઉપયોગ ઓથેન્ટિકેશન માટે કરવા પર રોક લગાવી છે. આ ચુકાદાની અસર મોટી સંખ્યામાં મોબાઈલ ફોનના વપરાશકારો પર પડશે. તેને જોતા સરકાર હવે ઉચ્ચસ્તરીય ચર્ચાવિચારણા કરી રહી છે.

અધિકારીઓનું માનીએ તો સરકાર નવી કેવાઈસી પ્રોસેસ માટે કંપનીઓને પુરતો સમય આપશે. બુધવારે ટેલિકોમ સેક્રેટરી અરુણ સુંદરરાજને આ મામલામાં સેવાપ્રદાતા કંપનીઓની મુલાકાત લીધી અને ઓથેન્ટિકેશનના અન્ય કોઈ પદ્ધતિ પર વિચારણા કરી છે. આ સમસ્યાને લઈને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ પણ યુઆઈડીએઆઈ સાથે વાતચીત કરી રહ્યું છે.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ અરુણ સુંદરરાજને કહ્યુ છે કે આ મામલે સરકાર ગંભીર છે અને તેના સમાધાન માટે અન્ય વિચારો પર ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યુ છે કે સરકાર ઈચ્છે છે કે નવી પ્રક્રિયાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. સુંદરરાજને કહ્યુ છે કે તેઓ ચાહે છે કે એક સરળ પ્રક્રિયા હેઠળ આ કામ કરવામાં આવે અને આમ કરીને વપરાશકારોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી તકેદારી લેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જિયોએ ફક્ત આધાર કાર્ડ લઇને સૌથી વધુ મોબાઇલ કનેક્શન આપ્યાં છે. જિયોનો સમગ્ર ડેટાબેઝ અને નેટવર્ક ઓપરેશન બાયોમેટ્રિક ઓળખ પર આધારિત છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી જિયોના 25 કરોડ યુઝર્સ થઇ ગયાં છે. જિયો ઉપરાંત ભારતી એરટેલ, વોડાફોન, બીએસએનએલ અને એમટીએનએલનો નંબર યુઝ કરી રહેલા લોકો પર પણ જોખમ છે. આ મામલે સરકાર ગંભીર છે અને તેના સમાધાન માટે અન્ય વિચારો પર ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યુ છે કે સરકાર ઈચ્છે છે કે નવી પ્રક્રિયાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. સુંદરરાજને કહ્યુ છે કે તેઓ ચાહે છે કે એક સરળ પ્રક્રિયા હેઠળ આ કામ કરવામાં આવે અને આમ કરીને વપરાશકારોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી તકેદારી લેવામાં આવે.

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!