GSTV

સુશાંતના ખાતામાંથી 50 કરોડની રકમ બહાર નીકળી મુંબઈ પોલીસ કરે ખુલાસો, બિહારના ડીજીપી બગડ્યા

Last Updated on August 4, 2020 by Ankita Trada

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના બેંક ખાતામાંથી પચાસ કરોડ રૂપિયા ક્યાં ગયા એ મુદ્દે મુંબઇ પોલીસ કેમ ચૂપ છે એવો ધારદાર સવાલ બિહારના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ ગુપ્તેશ્વર પાંડેએ કર્યો હતો. અગાઉ એવો અહેવાલ વહેતો થયો હતો કે પૂજાપાઠના નામે સુશાંતના ખાતામાંથી કોઇએ મોટી રકમ ઉપાડી હતી.

તપાસ પણ મુંબઇ પોલીસે કરવી જોઇએ

ડીજીપીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સુશાંતની કહેવાતી આત્મહત્યાની તપાસ સાથે એનાં નાણાં ક્યાં કેવી રીતે ગૂમ થયા એની તપાસ પણ મુંબઇ પોલીસે કરવી જોઇએ. મુંબઇ પોલીસ જરૂર કંઇક છૂપાવે છે અને કોઇ વગદાર વ્યક્તિને બચાવવાના પ્રયાસો કરે છે. પાંડેએ કહ્યું કે છેલ્લાં ચાર વર્ષમાં સુશાંતના બેંક ખાતામાંથી પચાસ કરોડ રૂપિયા જેવી મોટી રકમ કાઢવામાં આવી હતી.

15 કરોડ કાઢવામાં આવ્યા

આ રકમ કોણે ક્યારે કોની પરવાનગીથી કાઢી અને શા માટે કાઢી એ બધા સવાલોના જવાબ મળવા જોઇએ. એક વર્ષમાં સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા જમા થયા હતા જેમાંથી 15 કરોડ કાઢવામાં આવ્યા. એની તપાસ પણ થવી જોઇએ. મારે મુંબઇ પોલીસને પૂછવું છે કે આવા મહત્ત્વના મુદ્દાને તમે કેમ દબાવી રહ્યા છો ? કોના દબાણ હેઠળ તમે કામ કરી રહ્યા છો ?

તિવારીને એક રીતે નજરકેદ કરી લીધા

પાંડેએ વધુમાં કહ્યું કે રવિવારે બિહારના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ વિનય તિવારી તપાસ માટે મુંબઇ પહોંચ્યા ત્યારે તેમને સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવાને બદલે કે કેસ સાથે સંકળાયેલા પુરાવા આપવાને બદલે મુંબઇ મ્યુનિસિપાલિટીએ તિવારીને એક રીતે નજરકેદ કરી લીધા હતા. મુંબઇ પોલીસ ખરેખર સુશાંતનો કેસ હલ કરવા માગતી હોત તો અમને સહકાર આપ્યો હોત. મુંબઇની પોલીસ જરૂર કોઇના દબાણ હેઠળ છે. અન્ય કોઇ રાજ્યમાં અમને અગાઉ કદી આવો અનુભવ થયો નથી. જો કે મુંબઇના પોલીસ કમિશનર પરમવીર સિંઘે એવો દાવો કર્યો હતો કે અમારી તપાસ નિષ્પક્ષ અને સાચા રસ્તે છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં જુલાઇ મહિના દરમિયાન કોરોનાની ગતિ મંદ પડી, સતત ૧૩ દિવસથી એકપણ મૃત્યુ નહીં

Damini Patel

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આજથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana

જ્યોતિષશાસ્ત્ર/ કામ-ધંધા કઈ પણ હોય, જો નથી મળી રહી સફળતા તો તમારો બેડોપાર કરી શકે છે આ રુદ્રાક્ષ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!