GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

કોરોના પોઝીટીવ મળ્યો BSF ઓફિસર, 50 જવાનોને કરવામાં આવ્યા કોરોન્ટાઈન

દેશની રક્ષા કરનાર સીમાના સૈનિકો પણ હવે કોરોનાની મહામારીથી બચી શકયા નથી. બી.એસ.એફમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે, મધ્યપ્રદેશના ટેકનપુરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના 50 જવાનોને ક્રેન્ટેઇન કરવામાં આવ્યા છે.આ નિર્ણય અહીંના બીએસએફ અધિકારીમાં કોરોના વાયરસ મળ્યા બાદ લેવામાં આવ્યો છે. ટેકનપુર મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં સ્થિત છે. અહીં બીએસએફનું એક આધુનિક તાલીમ કેન્દ્ર છે. તપાસ દરમિયાન આ કેન્દ્રનો એક અધિકારી કોરોના પોઝીટીવ હોવાનું જણાયું હતું. ત્યારબાદ, અધિકારીના સંપર્કમાં આવેલા તમામ 50 અધિકારીઓ અને સૈનિકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. બીએસએફના ડોકટરો આ સૈનિકોના આરોગ્ય પર નજર રાખી રહ્યા છે.

લંડનથી પાછી ફરી હતી ઓફિસરની પત્ની

જે 57 વર્ષનાં  બીએસએફ ઓફિસરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેમના પત્ની 15 દિવસ પહેલા બ્રિટનથી આવી હતી અને તેથી જ આ સંક્રમણ જવાનમાં પણ જોવા મળ્યું છે. બીએસએફનાં આ અધિકારીને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ જવાન 15 થી 19 માર્ચની વચ્ચે એડીજી. આઇજી રેન્કના અધિકારીયો સાથે પણ બેઠકમાં ઉપસ્થિત હતો માટે હવે દરેક અધિકારીને પણ કવોરન્ટાઇન કરાયા છે.

CISFનો જવાન પણ કોરોના પોઝીટીવ

શનિવારે સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળનો હેડ કોન્સ્ટેબલ પણ કોરોના પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. આ જવાન મુંબઈના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તૈનાત હતો. એવું માનવામાં આવે છે કે ફરજ દરમિયાન તેને ચેપ લાગ્યો છે.

READ ALSO

Related posts

ભાગેડુ વિજય માલ્યાને ભારત લાવવાની તૈયારીઓ પૂર્ણ, ગમે તે સમયે લેન્ડ કરી શકે છે ફ્લાઇટ

Bansari

સરકારની ગેરંટી : આ 13 ગાઈડલાઈનનું કરશો પાલન તો ક્યારેય ઘરમાં નહીં ઘૂસે Corona

Arohi

બંધારણમાંથી ઇન્ડિયા શબ્દ હટાવવાની માગ ફગાવાઇ, સુપ્રિમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!