GSTV
Home » News » ચીનમાં કોરોનાના હાહાકાર વચ્ચે ભારતે 640 નાગરિકોને વુહાનથી એરલિફ્ટ કર્યા પણ 50 હજાર ભારતીયોનું શું?

ચીનમાં કોરોનાના હાહાકાર વચ્ચે ભારતે 640 નાગરિકોને વુહાનથી એરલિફ્ટ કર્યા પણ 50 હજાર ભારતીયોનું શું?

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે તેવા સંજોગોમાં ત્યાં કામધંધે તેમજ અભ્યાસ માટે ગયેલાં ભારતીયો પણ ત્યાં ફસાયા છે. સૂત્રોનાં દાવા મુજબ ભારત સરકારે ચીનથી આવતાં લોકો માટે પ્રવેશબંધી ફરમાવી દેતાં આશરે 50,000થી વધુ ભારતીયો ત્યાં ફસાયા છે. તાજેતરમાં જ ભારતે વુહાન શહેરમાંથી પોતાનાં 640થી વધુ નાગરિકોને સલામત રીતે બહાર ખસેડ્યા છે જો કે હજુ પણ ત્યાં 80-100 ભારતીયો ફસાયેલા છે.

બેજિંગ સ્થિત ભારતીય દૂતાવાસનું અનુમાન છે કે 2019 દરમિયાન ચીનમાં 50,000 વધુ ભારતીયો કામ કરી રહ્યા હતા. આ ઉપરાંત ઓવરસીઝ સિટિઝનશીપ ઓફ ઇન્ડિયા કાર્ડધારકો માટે પણ કોઈ સ્પષ્ટ ગાઇડલાઇન જાહેર કરાઈ નથી. આ કારણે એરપોર્ટ અને ઇમિગ્રેશન અધિકારીઓએ OCI કાર્ડહોલ્ડર્સને ભારતનો પ્રવાસ કરવાની મંજૂરી આપી રહ્યાં નથી.

બીજી તરફ પ્રવાસી ભારતીય મામલા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ચીનમાં રહીને અભ્યાસ કરનારા ભારતીય વિધાર્થીઓ માટે પણ કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન પુરી પડાઈ નથી.

ચીનમાં કોરોના વાયરસનાં પ્રકોપ બાદ વિઝા નિયમોમાં સ્પષ્ટતાના અભાવે લોકો ફસાયા હોવાના મામલા સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ચીનની મુલાકાત લેનારા લોકોને તાવ જેવા લક્ષણો અંગે સાવચેત કર્યા હતા. આ ઉપરાંત 11 જાન્યુઆરી સુધી અન્ય ઉપાય રણનીતિ સિવાય વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર પ્રવાસ ગાઇડલાઇન રજૂ કરી નથી જેને કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારાઓમાં ભ્રમની સ્થિતિ પેદા થઇ છે.

Related posts

મોહમ્મદ શમી પછી હવે બુમરાહનાં બચાવમાં આવ્યા ટીમનાં આ વરિષ્ઠ ખેલાડી

pratik shah

આ રોડ શો માત્ર ટ્રમ્પ અને મોદીનો જ હશે : વિજય રૂપાણી

Mayur

ડોન રવિ પુજારીને ભારત લાવવાની તૈયારીઓ આખરી ચરણમાં, આજે આવી શકે છે ભારત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!