GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

50 ઈંચ વરસાદે ગામને વહેચ્યું ત્રણ ભાગમાં, જીવ હથેળીમાં રાખી શાળાએ જઈ રહ્યા છે બાળકો video

ચોમાસાની શરૂઆતમાં ગીરસોમનાથના ઉનામાં પડેલા ભારે વરસાદ બાદ હજુ પણ લોકોની હાલાકી ઓછી થઈ નથી. વરસાદ બાદ માલણ અને રાવલ નદીમાં આવેલા નવા નીરના કારણે એક જ ગામ ત્રણ ભાગમાં વહેંચાયુ છે.

ઉનાનનું સનખડા ગામ વરસાદ બાદ જીવંત થયેલી નદીના કારણે ત્રણ ભાગમાં વહેચાયુ છે અને તેથી ગ્રામજનોએ એક સ્થાનેથી બીજા સ્થાને જીવના જોખમે જવુ પડી રહ્યું છે. સનખડા ગામે 10 હજારની આસપાસ વસ્તી છે અને થોડા દિવસ અગાઉ 8 દિવસમાં 50 ઈંચ પડેલા વરસાદથી ગામની માલણ અને રાવલ નદીમાં નવા નીર આવ્યા છે.

જેથી ગામ જાણે કે 3 ભાગમાં વહેંચાય ગયુ છે. માલણ નદીના કારણે સિમ વિસ્તારના 1500 લોકો રાવલ નદીના કારણે ગામની બીજી સીમના અંદાજે 2500 લોકોએ હવે ગામ સાથે સંપર્ક કરવા હાલાકી વેઠવી પડે છે.

સનખડા ગામના એક છેડેથી પસાર થતી રાવલ નદી પર પુલ ન હોવાથી નદીમાં પાણીનો પ્રવાહ વધે ત્યારે સીમનો વિસ્તાર સંપર્ક વિહોણો બને છે. વિદ્યાર્થીઓ શાળામાં ભણવા આવી શકતા નથી. ખેડૂતોને પણ પારાવાર સમસ્યા થાય છે. ખાતરથી માંડીને શાકભાજી ઉના સુધી લાવવામાં હાલાકી વેઠવી પડે છે.

રોજે રોજ શાળાએ પહોંચતા કે શાળાએથી ઘરે પહોંચતા ર્સતામાંથી માલણ નદી પાર કરવી પડી છે. નાના બાળકો હોય તેમને તો તેમના વાલીઓ ખભે તેડીને જ નદી પાર કરાવવા મજબૂર છે.

સનખડા ગામના બીજી તરફ માલણ નદી પસાર થાય છે. ત્યારે માલણ નદીની સીમમાંથી વસતા 1500 લોકોએ પણ ચોમાસા બાદ નદીમાં આવેલા પાણીથી પરેશાની વેઠવી પડી રહી છે. આ વિસ્તારના બાળકો પણ માલણ નદીને પાર રહેતા બાળકોની જેમ જ નદી પર કરીને શાળાએ જવુ પડે છે.

તો નાના બાળક સાથે મહિલાઓએ આવન જાવન સમયે સૌથી વધુ હાલાકી વેઠવી પડે છે. અહીંના સિમ વિસ્તારના મરણ થયું હોય તો સ્મશાન ગામમાં છે. તેથી મૃતદેહને સ્મશાન ગૃહ સુધી પહોંચાડવા માટે પરેશાની વેઠવી પડે છે.

સનખડા ગામે  8 વર્ષ પહેલાં એક બેઠો પુલ બનેલો હતો. આ પુલ નિર્માણના એક જ વર્ષમાં તૂટી ગયો હતો. બાદમાં માલણ વિસ્તારના લોકોએ લોકફાળો કરી નદી પર બીમ બનાવ્યા છે. પરંતુ તેની ઉપર ખાલી સ્લેબ બાકી છે. ત્યા

Related posts

કોંગ્રેસમાં સૌથી મોટો ફેરબદલ : હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુક, પાટીદાર સમીકરણો ચાલ્યા

Ankita Trada

ભારે ઉકળાટ બાદ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી, ગીરના ગામોમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો

Nilesh Jethva

રાજ્યમાં CORONA બન્યો બેકાબૂ, છેલ્લાં 24 કલાકમાં 872 પોઝીટીવ દર્દીઓ સાથે 10 લોકોનાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!