GSTV
India News Trending

બાહુબલી મુખ્તારની મુશ્કેલી વધી / ગેંગસ્ટર કેસમાં 5 વર્ષની કેદ, ત્રણ દિવસમાં બે કેસમાં દોષિત

બાહુબલી મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. જેલરને ધમકી આપવા બદલ સાત વર્ષની સજા બાદ હવે મુખ્તાર અંસારીને ગેંગસ્ટરના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. મુખ્તારને છેલ્લા ત્રણ દિવસમાં બે કેસમાં દોષિત ઠર્યો છે. ગેંગસ્ટરના કેસમાં ઈલાહાબાદ હાઈકોર્ટેની લખનઉ બેન્ચે મુખ્તારને પાંચ વર્ષની સજા સંભળાવી છે આ સાથે જ અંસારીને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

હાઈકોર્ટની લખનઉ બેન્ચે પણ મુખ્તાર અંસારીને ગેંગસ્ટર એક્ટ હેઠળ 23 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યો છે. જસ્ટિસ દિનેશ કુમાર સિંહની સિંગલ બેન્ચે રાજ્ય સરકારની અપીલ પર આ નિર્ણય સંભળાવ્યો છે. આ કેસની FIR વર્ષ 1999માં હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.

અગાઉ મુખ્તાર અંસારીને જેલર એસકે અવસ્થીને ધમકી આપવા બદલ ત્રણ અલગ-અલગ કલમો અંતર્ગત વધુમાં વધુ 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ નિર્ણય હાઇકોર્ટની લખનઉ બેંચના જસ્ટિસ દિનેશ કુમાર સિંહની સિંગલ બેન્ચે પણ રાજ્ય સરકારની અપીલને સ્વીકારતા સંભળાવ્યો હતો.

READ ALSO

Related posts

ફક્ત 8.49 લાખ રૂપિયામાં Tata Tiago EV કાર થઈ લોન્ચ, આવતા મહિનાથી બુકિંગ શરૂ

Hemal Vegda

Viral Video/ બાઇક ચોરીને ભાગી રહ્યા હતા ચોર, ગાર્ડની સૂઝબૂઝથી પકડાઇ ગયા

Damini Patel

PFI પર પ્રતિબંધ / અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખે કહી આ મોટી વાત, જાણો

Hemal Vegda
GSTV