GSTV

પૈસાની બચત કરવામાં 5 વર્ષનો વિલંબ કરાવશે 1 કરોડનું નુકસાન, વિશ્વાસ ના હોય તો અહીં સમજો

પૈસા

પોતાના પ્રથમ રોકાણ (Investment)માં માત્ર થોડા વર્ષોના vતમને કરોડો રૂપિયાનું નુકસાન થઇ શકે છે. મોટભાગના ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સનું કહેવુ છે કે નોકરી માટે તમારે કોઇ મોટી રકમ બચાવવાની નથી. નાની-ની રકમની બચતથી રોકાણ શરૂ કરી શકાય છે. દર મહિને એક નાની રકમથી તમારા ભવિષ્ય માટે બચત રૂપે એક મોટુ ફંડ તૈયાર થઇ શકે છે. આજે અમે તમને દર મહિને 5,000 રૂપિયાની બચતના આધારે જણાવીશું કે કેવી રીતે લાંબા ગાળે તે તમને લાભકારક સાબિત થઇ શકે છે. તમને જાણીને દંગ રહી જશો કે બચત કરવામાં ફક્ત 5 વર્ષના વિલંબથી તમને એક કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે.

ઉદાહરણથી સમજો ગણતરી

ઉદાહરણ તરીકે આપણે ત્રણ રોકાણકારો લઇએ છીએ. આ ત્રણેય રોકાણકારોએ અલગ-અલગ ઉંમરમાં દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરવાની શરૂઆત કરી. આ તમામ રોકાણકાર 58 વર્ષની ઉંમર સુધી પોતાના રિટાયરમેન્ટ સુધી રોકાણ કરી રહ્યાં છે.

રોકાણકાર Aએ 23 વર્ષની ઉંમરમાં રોકાણ કરવાનું શરૂ કર્યુ છે. દર મહિને 5,000 રૂપિયાનાં રોકાણ પર તેને સરેરાશ 11 ટકાના રિટર્નની આશા છે. 58 વર્ષની ઉંમર સુધીમાં તેની પાસે રિટાયરમેન્ટ ફંડ તરીકે 2.64 કરોડ રૂપિયા હશે.

પૈસા

રોકાણકાર Bએ 28 વર્ષની ઉંમરે દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ શરૂ કર્યુ છે. તેને પણ 11 ટકા રિટર્નની આશા છે. 58 વર્ષની ઉંમર સુધીમાં તેની પાસે રિટાયરમેન્ટ ફંડ તરીકે 1.40 કરોડ રૂપિયા હશે.

રોકાણકાર Cએ 33 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કર્યુ. તેને પણ દર મહિને 5,000 રૂપિયાના રોકાણ પર 11 ટકાના રિટર્નની આશા છે. આ હિસાબે રોકાણકાર Cને 58 વર્ષની ઉંમરમાં રિટાયરમેન્ટ ફંડ તરીકે ફક્ત 79 લાખ રૂપિયા જ હશે.

ઉપરોક્ત ઉદાહરણથી સમજી શકાય કે 11 ટકાના વાર્ષિક રિટર્ન માટે દર મહિને 5,000 રૂપિયાના રોકાણમાં 5 વર્ષનો વિલંબ 1 કરોડ રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. જો 10 વર્ષનું અંતર જોઇએ તો આ રકમ વધુ મોટી થઇ જશે. આ ઉદાહરણ બાદ તેમ કહી શકાય કે જેટલી જલ્દી રોકાણ શરૂ કરવામાં આવે, તમારા ભવિષ્યને આર્થિક રૂપે એટલા જ વધુ મજબૂત કરી શકાય છે.

Read Also

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!