ભારતમાં કોરોના વેક્સિન બનાવતી અને પુણે ખાતે આવેલી ભારતીય કંપની સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડીયાના ટર્મિનલ-1ના ગેટ પર આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. ત્યારે આ દુર્ઘટનામાં ઇન્સ્ટીટ્યુટના 5 કર્મચારીઓના મોત નિપજ્યાં છે. આ પાંચ લોકોના મોત અંગેની પુષ્ટિ પુણેના મેયરે કરી છે. તમને જણાવી દઇએ કે સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડીયા કંપની જ દેશમાં કોરોનાની વેક્સિન બનાવી રહી છે. જેનું અનેક દેશોમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપી દીધા છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, ‘મળતી જાણકારી અનુસાર આગ નિયંત્રણમાં છે અને કોરોના વાયરસની વેક્સિનના યુનિટમાં આગ નથી લાગી. તેમણે કહ્યું મેં કલેકટર સાથે વાત કરી લીધી છે. આગ હવે નિયંત્રણમાં છે. આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે. 6 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.’
આગ લાગવાના કારણોની તપાસ થશે : ઉદ્ધવ ઠાકરે
સીએમ ઠાકરેએ કહ્યું કે, ‘બિલ્ડીંગમાં BCG વેક્સીન બનતી હતી અને તેનો કોવિશીલ્ડ વેક્સીનથી લેણ-દેણ નથી. આગ લાગવાના કારણોની તપાસ થશે.’

હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે, વેક્સીનેશન પ્લાન્ટ સુરક્ષિત છે : અજીત પવાર
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારે કહ્યું કે, ‘અમે તપાસના આદેશ આપી દીધા છે. હું પ્રશાસનની સાથે સતત સંપર્કમાં છું. દેશ અને દુનિયાભરમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે, વેક્સીનેશન પ્લાન્ટ સુરક્ષિત છે.’
ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું કે, ફાયર વિભાગને 2.30 વાગ્યે આગની સૂચના મળી. અમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ બુઝાવવાની કોશિશમાં લાગ્યા છીએ. પહેલા અમે 9 લોકોને બચાવ્યા. સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યા બાદ અમને બિલ્ડીંગના પાંચમાં માળ પર 5 મૃતદેહ મળ્યાં.

ગત વર્ષે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉકટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉધ્ધાટન કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પુણેની મંજરી સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાનમાં આગનો બનાવ બન્યો હતો. 300 કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન કોવશિલ્ડનું મોટા પાયે પ્રોડ્કશન કરવાની યોજના છે. ગત વર્ષે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉકટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉધ્ધાટન કર્યું હતું, પરંતુ આ પ્લાન્ટમાં હાલ વેક્સિનનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું નથી.
#WATCH Maharashtra: 10 fire tenders present at Serum Institute of India in Pune, where a fire broke out at Terminal 1 gate. More details awaited. https://t.co/wria89t22t pic.twitter.com/u960KTR7JS
— ANI (@ANI) January 21, 2021
હાલમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણે ખાતે કોરોના વેક્સિન કોવીશીલ્ડ બનાવવામાં આવી રહી છે. જેની, ભારત સહીત દુનિયાના અનેક દેશોમાં મોકલવામાં આવી રહી છે. આ પ્લાન્ટનું નિર્માણ 1996માં કરાયું હતું. અહીં જ કોવિશિલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરાય છે. કોવિશિલ્ડનું મોટાપાયે ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નવા પ્લાન્ટથી જ છે. જેનો કેટલોક હિસ્સો આગની ઝપેટમાં આવ્યો છે.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી