GSTV
Auto & Tech Trending

જાણવા જેવું/ WhatsApp પર કોણે આપને બ્લોક કર્યો છે, તે જાણવાની આ રહી સરળ રીત, સામેવાળાને ખબર પણ નહીં પડે

WhatsApp

વોટ્સએપ ખૂબ જ પોપ્યુલર ચેટીંગ એપ છે. જેનો કરોડો યુઝર્સ લાભ લઈ રહ્યા છે. વોટ્સએપમાં કેટલાય પ્રકારના ફીચર્સ આપવામાં આવે છે. તેમાંથી એક છે બ્લોકનું ફીચર્સ.જો આપ વોટ્સએપ પર કોઈને બ્લોક કરી દો, છો આપને આ મેસેજીંગ એપ પર મેસેજ અથવા કોલ નહીં કરી શકો.

જો આપને કોઈએ વોટ્સએપ પર બ્લોક કરી દીધા છે, તો તેની ઓળખ થઈ શકે છે. જો કે, કંપની આ વાતની જાણકારી સામેવાળાને આપતી નથી કે તેને કોણે બ્લોક કર્યો છે.પણ તેની ખબર અમુક રીતે લગાવી શકાય છે.

તેને લઈને કેટલીય સીધી રીતો છે. જો આપ કોઈને બ્લોક કરી દો છો, તો આપ સામેવાળા યુઝર્સને લાસ્ટ સીન સ્ટેટ્સ જોઈ શકતા નથી. જો કે, કેટલીય વાર પ્રાઈવસી સેટીંગના કારણે પણ જોઈ શકાતા નથી. જો આપનો કોન્ટેક્ટની નવી પ્રોફાઈલ ફોટો નથી દેખાતો તો તેનો અર્થ થાય છે આપ બ્લોક છો.

Whatsapp

બ્લોક કરતી વખતે જે પ્રોફાઈલ પિક્ચર હોય છે, યુઝર્સને તે ફોટો હંમેશા દેખાઈ છે. જો સામેવાળા વ્યક્તિ સતત પ્રોફાઈલ પિક્ચર અપડેટ કરતા રહે છે, પણ આપને એક જ ફોટો કેટલાય દિવસ સુધી દેખાતો રહે છે, તો આપ માની શકો કે, આપ બ્લોક છો.

તેના માટે આપ ટિકનો પણ સહારો લઈ શકો છો. જો આપના સેંડ કરવામાં આવેલા મેસેજ પર સિંગલ ટિક જ કેટલાય દિવસોથી લાગી રહ્યુ હોય તો, તેનો અર્થ છે કે, બ્લોક છો. જો આપ બ્લોક્ટડ કોન્ટેક્ટને કોલ કરવાની કોશિશ કરશો તો, કોલ નહીં લાગે.

આપને કોઈએ બ્લોક કર્યો છે કે, તેની જાણ માટે આપ તેને કોઈ વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શકો છો. જો યુઝર્સ વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ શકતો નથી તો માની લો કે આપ તેના લિસ્ટમાં બ્લોક છો.

READ ALSO

Related posts

રાખી સાવંતે હવે હેમા માલિનીને આપ્યો જવાબ, કહ્યું- હું બીજી સ્મૃતિ ઈરાની બનીશ

GSTV Web Desk

આધારકાર્ડ મુદ્દે UIDAIએ જારી કરી અપડેટ, કરોડો લોકો પર થશે અસર

Hemal Vegda

Ration Card: આ સ્થિતિમાં કેન્સલ થઈ જશે તમારૂં રાશન કાર્ડ, જાણો સરકારના લેટેસ્ટ નિયમ

Hemal Vegda
GSTV