GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ઇન્ટરનેટ ફ્રોડથી બચવું હોય તો આ છે 5 ઉપાયો : હેકર પણ માથા પછાડશે, મોબાઈલમાં નેટ છે તો આ જરૂર ક્લિક કરજો

ઇન્ટરનેટ ફ્રોડ

ભૌતિક જગતનું મહત્ત્વ ઘટતુ જાય છે, ઑનલાઇન જગત એક એવો સાઇડ કલાકાર છે જે એકાએક ફિલ્મનું મુખ્ય પાત્ર બની ગયો છે. લોકો હવે એકબીજાને મળવા ઘરે નથી જતા, ફેસબુક પર જાય છે. આ બધું આમ તો વર્ષોથી હતું પણ કોરોનાએ તેને મુખ્ય જીવન બનાવી દીધું અને આપણું જે ભૌતિક જીવન છે, ઑફલાઇન જીવન છે તે એકસ્ટ્રા આર્ટિસ્ટની ભૂમિકામાં આવી ગયું છે. જાણે કે આ બધું કોરોનાકાળમાં ટકી રહેવા માટે આ સમયની મુશ્કેલીઓમાંથી રસ્તા કાઢવા માટે અને મહામારીની પીડા પર મલમ લગાવવા માટે જ બનેલું હતું. જે લોકો આંગળીથી નખની જેમ ઇન્ટરનેટથી વેગળા હતા તેમને પણ કોરોના કળીકાળે ઇન્ટરનેટના સમુદ્રમાં ધકેલી દીધા. હવે સંસારસાગર ઇન્ટરનેટ સાગર છે, ઇન્ટરનેટ જ અસલી સંસાર.

વરસાદ આવે તો નદી-તળાવમાં તળિયે બેસેલો ડોળ પણ ઉપર આવતો  હોય છે એમ ઇન્ટરનેટ પણ પોતાના માઇનસ ગુણ લઇને આવ્યું છે. શરદ ઋતુમાં ડોળ નીચે બેસી જાય એમ આપણા ડિજિટલ સાક્ષર બનતાની સાથે ઇન્ટરનેટની બુરાઈઓનો ડોળ તળિયે બેસી જશે. સૌથી મોટો ખતરો છે ડેટા ચોરીનો. ફેસબુક, ગૂગલ આ બધા આપણને મફત સેવાઓ પૂરી પાડે છે તો પૈસા શેમાંથી કમાય છે? એક, જાહેરાતમાંથી અને બે, ડેટા વેચીને. આપણે હોંશે-હોંશે સોશિયલ નેટવર્કીંગ સાઇટ્સ પર આપણી વિગતો મૂકીએ છીએ અને તેઓ આ વિગતોનો ધંધાકીય ઉપયોગ કરે છે.

આપણો ડેટા આપણી જાણ બહાર અન્ય કંપનીઓને વેચીને તગડો નફો કમાય છે. આ માટે ફેસબુક અગાઉ પણ વગોવાઇ ચૂક્યું છે,  માફી પણ માગી ચૂક્યું છે. હમણાં ફરીથી તેણે ડેટા વેંચ્યો હોવાની કબૂલાત કરી. ફેસબુક જેવી પ્રતિષ્ઠિત કંપની આવું કરતી હોય તો બીજી નાની-મોટી કંપનીઓ બીજું શું ન કરતી હોય?

દુઃખની વાત એ છે કે આવું થવાથી આપણને શું નુકસાન છે તેની હજુ આપણને ખબર જ નથી. શા માટે ખબર નથી? કારણ કે આ બધું આપણી એજ્યુકેશન સિસ્ટમનો ભાગ નથી. આપણે ગ્રેજ્યુએટ થયેલા છીએ પણ ન તો નાણાંકીય સાક્ષરતા ધરાવીએ છીએ, ન ડિજિટલ સાક્ષરતા. ઇન્ટરનેટ કંપનીઓ આપણા બેંક આઇડી, પાસવર્ડ, ખાતા નંબર સહિતની બધી જ વિગતો તફડાવી લે છે ને આપણને ખબર પણ પડતી નથી. જ્યારે બેંકીંગ ફ્રોડ થાય ત્યારે આપણે રોવા બેસીએ છીએ. બેંકીંગ ફ્રોડ તો દેખીતી છેતરપિંડી છે, એ સિવાય બીજી કેટલીય એવી છેતરપિંડીનો શિકાર બનીએ છીએ જેના વિશે આપણને ખબર સુદ્ધા પડતી નથી. આવું બધું ન થાય તે માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક  છે.

ઇન્ટરનેટ ફ્રોડ

જેન્યુઇન ઓપરેટીંગ સિસ્ટમ વાપરો

સૌથી પહેલી બાબત જેન્યુઇન ઓપરેટીંગ સિસ્ટમ વાપરો. મહંગા રોવે એકબાર, સસ્તા રોવે બારબાર-આ કહેવત આપણે સાંભળેલી છે પણ ક્યારેય જીવનમાં ઊતારતા નથી. આપણે જાણીએ છીએ કે સસ્તું સરવાળે વધારે મોંઘુ પડે છે, પણ તેમછતાં સસ્તા તરફ લલચાઈએ છીએ. બજારમાં થોકબંધ પાયરેટેડ ઓપરેટિંગ સિસ્ટમ મળે છે, કેવળ ૨૦૦ રૂપિયામાં. ઓરિજનલ ઓપરેટિંગ સિસ્ટમ બે હજાર રૂપિયાથી શરૂ થાય છે. આપણને સસ્તામાં સિદ્ધપુરની જાત્રા કરવી હોય છે એટલે પાયરેટેડ ઓપરેટિંગ સિસ્ટમ ખરીદી લઇએ છીએ. તેમાં ન તો એક્ટીવેશન કી કામ કરે છે, ન તો વિન્ડોઝ અપડેટ થાય છે. પકડાઈ ન જવાય એટલા માટે યુઝર ડિફેન્ડર સેટિંગ બંધ રાખે છે. ડિફેન્ડર સેટીંગ બંધ હોય ત્યારે વાયરસ ત્રાટકવાનો ખતરો અનેકગણો વધી જાય છે.  આ વાઇરસનું કામ આપણા કોમ્પ્યુટરમાંથી ડેટાની ઉઠાંતરી કરવાથી માંડીને તેને એન્ક્રિપ્ટ કરવા સુધી ઘણું બધું હોઈ શકે છે. આથી બહેતર છે કે મોંઘી પરંતુ જેન્યુઇન ઓપરેટીંગ સિસ્ટમ ખરીદીએ જેથી સરવાળે સસ્તી પડે.

ફેસબુકની લોભામણી દુનિયાથી સાવધાન રહેવાની જરૂર

બીજું, ફેસબુકની લોભામણી દુનિયાથી સાવધાન રહેવાની જરૂર છે. ફેસબુક જેટલું વર્ચ્યુઅલ છે એટલું જ રિયલ આપણે તેને માનીએ છીએ. ફેસબુક પર એવી સેંકડો મનોરંજક એપ્સ છે જે આપણને જણાવે છે કે આપણે કેટલા સુંદર દેખાઇ છીએ. કયા હીરો-હીરોઇન જેવા દેખાઇએ છીએ. અત્યારે બધાને સુંદર દેખાવાનો ચસ્કો છે, આ એપ્લિકેશન્સ તેમના આ પ્રલોભનનો જ લાભ ઉઠાવે છે.

બીજી પણ ઘણી બધી એપ્લિકેશન્સ છે જે મૃત્યુની આગાહી કરે છે, તમે ભવિષ્યમાં શું બનશો એ કહે છે, તમારો સાચો દોસ્ત કોણ છે એ જણાવે છે, તમારે કેટલા બાળકો થશે એના ગપ્પાં હાંકે છે ને આવું બીજું ઘણું બધુ ધુપ્પલ ચાલે છે. જ્યારે તમે આ એપ્લિકેશન્સનો ઉપયોગ કરવા માટે ક્લિક કરો છો ત્યારે તમારો ડેટા મેળવવાની પરમિશન માગવામાં આવે છે. જો તમે  ના કરો તો તમે એ એપ્લિકેશન્સનો ઉપયોગ કરી શકતા નથી. મતલબ આ એક પ્રકારની દાદાગીરી જ છે. વળી મોટા ભાગનાને તો એ ખબર જ નથી હોતી કે તેઓ શેના માટે યસ કહી રહ્યા છે. તમે જેવું યસ કરો કે તરત જ તે તમારા ફેસબુક એકાઉન્ટમાં પડેલી બધી જ માહિતી ઉઠાવી લે છે.

ઇન્ટરનેટ ફ્રોડ

ઇન્બોક્સમાં પડેલા મેસેજીસ, અબાઉટ અસમાં તમે તમારા વિશે લખેલી વિગતો, તમારી કોમેન્ટ, તમારી પોસ્ટ બધું જ. આ બધાનો ઉપયોગ તે ધંધાકીય રીતે કરે છે. આવું ન થાય એટલા માટે ડિજિટલ સાક્ષરતા પ્રાપ્ત કરવી મસ્ટ છે. ડિજિટલ શિક્ષણને માધ્યમિક  અને કોલેજ શિક્ષણનો ભાગ બનાવવું લગીરે નિવાર્ય નથી. સોશિયલ મીડિયા સાઇટ્સ પર તમારી અંગત વિગતો શેર કરવી બિલકુલ અનિવાર્ય નથી.

લાલચ પેદા કરતા મેસેજીસને લાત મારતા શીખો

ત્રીજું, લાલચ પેદા કરતા મેસેજીસને લાત મારતા શીખો. તમને લોટરી લાગી છે, તમારી લોન મંજૂર થઇ છે એવા ઢગલાબંધ મેસેજીસ અને ઇ-મેઇલ આપણા ઇનબોક્સમાં  ઠલવાતા રહે છે. લાલચમાં આવીને આપણે આવા મેસેજીસ પર ભરોસો કરી લઇએ છીએ અને તેમણે આપેલી લીંક પર ક્લિક કરી દઈએ છીએ. જેવું તમે ક્લિક કરો કે એ લિન્ક તમારા મોબાઇલમાંથી ડેટા ઉઠાવવા લાગે છે, અધૂરામાં પૂરું તમે તેના લોગઇન પેઇજ પર તમારું નામ,  ઇ-મેઇલ આઇડી, બેંક ડિટેઇલ આદિ જાણકારી ટાઇપ કરી દો છો, તમને પાંચ પૈસા પણ મળતા નથી, અને તેઓ તમારી બેંક ડિટેઇલ તથા અન્ય વિગતોનો દુરુપયોગ કરે છે. વોટ્સએપ  પર એક મેસેજ ખૂબ વાઇરલ થયેલો, તેમાં એક લિન્ક મૂકવામાં આવેલી. તેના પર ક્લિક કરવાથી ફ્લિપકાર્ટ જેવી ફેક વેબસાઇટ ખૂલતી હતી. તેના પર માત્ર બે રૂપિયામાં પેન ડ્રાઇવ મળી રહી હતી.

આ ફેક વેબસાઇટનો હેતુ વપરાશકારોની માહિતી ચોરવાનો હતો. આથી   એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ કે અજાણ્યા ઇ-મેઇલ્સ અને મેસેજીસનો ક્યારેય રિપ્લાય ન કરવો. તેમણે આપેલી લિન્ક પર તો ભૂલથી પણ ક્લિક ન કરવું. ફેક મેસેજીસ ફેરવીને લૂંટ ચલાવતા સાયબર લૂંટારાઓ વિદેશમાં બેઠેલા હોય છે. આથી તેઓ મજેથી આરબીઆઇના નામે કે તેના જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના નામે મેસેજીસ અને ઇ-મેઇલ વાયરલ કરતા રહે છે અને ડિજીટલ અજ્ઞાની ભોળુંડા ભારતીયો તેને સત્ય માની લે છે.

ઇન્ટરનેટ ફ્રોડ

એડ બ્લોકરનો ઉપયોગ કરવો

ચોથું, એડ બ્લોકરનો ઉપયોગ કરવો જોઇએ. વેબસાઇટ્સની મુખ્ય કમાણી જાહેરાતમાંથી હોય છે. તમે તેના પર જાવ કે ડાબે, જમણે, ઉપર, નીચે ચારે બાજુ વિજ્ઞાપનો દેખાય છે. એમાંથી કોઇ એડ પર તમે ક્લિક કરી દો તો ચિત્ર-વિચિત્ર કન્ટેન્ટવાળી વેબસાઇટ ખૂલી જાય છે. આવી વેબસાઇટ્સ વાઈરસથી ભરેલી પડેલી હોય છે. એકાદી લિન્ક પર ક્લિક કરતાંની સાથે ભૂતની જેમ વાઇરસ તમારા કોમ્પ્યુટરને વળગી જાય છે અને પ્રાણ જેવો તમારો ડેટા હરી લે છે. આવું ન થાય તે માટે કોમ્પ્યુટરમાં બ્રાઉઝરની સાથે સારી ગુણવત્તાનું  એડ બ્લોકર પણ ઇન્સ્ટોલ કરીને રાખવું જોઇએ.

સારા એડ બ્લોકર ઇન્ટરનેટ પર મફતમાં અવેલેબલ છે. બ્રાઉઝરમાં પોપઅપ બ્લોકનું એક ઓપ્શન આવે છે તે પણ સિલેકટ કરીને રાખવું જોઇએ જેથી તમે કોઇ સાઇટ્સ સર્ચ કરો ત્યારે બિનજરૂરી પોપઅપ્સ ખુલીને તમને ગેરમાર્ગે ન દોરે.

એકાઉન્ટ્સના પાસવર્ડ પણ બદલતા રહેવા જોઇએ

પાંચ, જેવી રીતે મમ્મી ઘરમાં પૈસા છુપાવવાની જગ્યા બદલતી રહે છે તેમ આપણા એકાઉન્ટ્સના પાસવર્ડ પણ આપણે બદલતા રહેવા જોઇએ. બ્રાઉઝરમાં તમે આઇડી પાસવર્ડ સેવ ન કરો તો પણ તે ઘણી વખત નોંધાઇ જતો હોય છે અને અન્ય પાસે પહોંચી જાય છે. બહેતર છે કે થોડા-થોડા સમયે નેટ બેંકીંગ એકાઉન્ટ, એટીએમ, ક્રેડિટ કાર્ડ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઇ-મેઇલ એકાઉન્ટ્સ આ બધાના આઇડી પાસવર્ડ બદલતા રહેવા જોઇએ.

બ્રાઉઝરમાં ઇન કોઇગ્નીટો ઑન રાખવો જોઇએ. એમ કરવાથી બ્રાઉઝરમાં તમારી સર્ચ હીસ્ટ્રી અને આઇડી પાસવર્ડ સેવ થશે નહીં. અસલી દુનિયા જેટલી છેતરામણી છે તેના કરતાં વર્ચ્યુઅલ વર્લ્ડ અનેકગણું વધારે છેતરામણું છે એ હંમેશા યાદ રાખવું જોઇએ.

ઇન્ટરનેટ ફ્રોડ

ફિશિંગના છળથી બચીએ.

છઠું, ફિશિંગના છળથી બચીએ. ૧૯૭૮માં એક ફિલ્મ આવી હતી ડોન. અમિતાભ બચ્ચને એ ફિલ્મમાં ડબલ રોલ કરેલો. એક પાત્ર વિજયનું હતું, જે સાવ સીધોસાદો માણસ હતો. બીજું પાત્ર ડોન નામના  અપરાધીનું હતું. હમશકલ હોવાના કારણે ડોન અનેક વખત વિજય બનીને છટકી જતો. ઇન્ટરનેટની દુનિયામાં ફિશિંગ કન્સેપ્ટ પણ કંઇક આવો જ છે. હેકર્સ પોપ્યુલર વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સની હુબહુ નકલ બનાવીને વપરાશકારોને છેતરે છે અને તેમનો  ડેટા ચોરે છે. ડમી વેબસાઇટ્સને એપ્લીકેશન્સ બનાવી તેને વાયરલ કરી દેવાની ઘટનાને જ ફિશિંગ કહેવામાં આવે છે. ફિશિંગનો ઉપયોગ કરીને ફેસબુક જીમેઇલ અને નેટ બેન્કિંગ પાસવર્ડ ચોરવો એ આમવાત બની ગઇ છે.

ફિશિંગથી બચવા માટે સાચા અને ખોટાનો ફરક સમજવો જરૂરી છે. પીળા અને સોનામાં ફરક કરવો જરૂરી છે. કોઇપણ જેન્યુઇન વેબસાઇટ હોય તેના યુઆરએલમાં એચટીપીપીએસ લખેલું હોય છે. જ્યારે એચટીપીપીએસના સ્થાને કેવળ એચટીપીપી લખેલું હોય ત્યારે સમજી લેવું કે આ ફિશિંગ વેબસાઇટ છે. આ એક એવી માછલીની જાળ છે જે માણસને ફસાવે છે. ફિશિંગગ વેબસાઇટસના અમુક પોપ્યુલર એક્ષ્ટેન્શન હોય છે. તે બ્રાઉઝરને જણાવી દેવાથી બ્રાઉઝર આવી વેબસાઇટ્સ બ્લોક કરી દે છે.

છેતરપિંડીના ભયે ઇન્ટરનેટ ન વાપરવું, નેટ બેંકીંગ ટાળવું એ પલાયનવાદ છે. તેની તમા ન કરીને ભોગ બની જવું એ મૂર્ખામી છે.  સાચો રસ્તો એક જ છે ડિજિટલ સાક્ષર બનો, ડિજિટલ સાક્ષર બનો, ડિજિટલ સાક્ષર બનો.

Read Also

Related posts

હવે અવાજથી કોરોનાની તપાસ કરશે BMC, 1 હજાર દર્દીઓ ઉપર કરાશે ટ્રાયલ

Mansi Patel

VIDEO: સ્વિમીંગ પૂલમાં કૂદકો મારતાની સાથે યુવતીની પોલ ખુલી ગઈ, કૂદકો મારવા ગઈ ત્યાં નકલી વાળ હવામાં ઉડી ગયા

Pravin Makwana

નિઝામુદ્દીન મરકઝમાં આવેલા 34 વિદેશી જમાતીઓ દેશ છોડવા તૈયાર નથી, સરકારે કર્યો છે આટલો દંડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!