સુરતમાં 5 ટ્યુશન ક્લાસિસને તાળા લગાવી દેવાયા, આ કરવું જરૂરી હતું

સુરતમાં મહાપાલિકાએ આખરે સાંકળી જગ્યા અને ફાયર સેફ્ટી વિના ચાલતા ટ્યુશન ક્લાસીસ સામે કોરડો વિઝ્યો છે અને આઠ ટ્યુશન ક્લાસીસને સીલ કરાયા છે. શહેરના અડાજણ અને ઘોડદોડ રોડ વિસતારમાં ચાલતા ટ્યુશન ક્લાસીસને ફાયર સેફ્ટીને લઈને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ ફાયર સેફ્ટીના સાધનો ઉભા કર્યા ન હતા.

તો સાથે જ સાંકળી જ્ગ્યામાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા. તે અંગે નોટીસ પણ આપવામાં આવી. પરંતુ ક્લાસીસ અન્ય સ્થળે ન ખસેડતા આખરે આઠ ટ્યુશન ક્લાસીસને સીલ કરી દેવાયા છે. જેથી અન્ય ટ્યુશન ક્લાસીસ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે વેસુ વિસ્તારમાં આગમ આર્કેડમાં લાગેલી આગમાં ટ્યુશન ક્લાસીસના બે લોકો હોમાયા હતા. જે બાદ જાગેતા મહાપાલિકા તંત્રએ 150થી વધુ ટ્યુશન ક્લાસિસ સંચાલકોને નોટીસ ફટકારી છે અને આઠને સીલ કરી દીધા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter