GSTV
Auto & Tech Trending

Electric Scooter લેવાનું વિચારી રહ્યા છો?, આ રહ્યા 5 બેસ્ટ ઑપ્શન!

ઘરેલૂ બજારમાં ઈલેક્ટ્રિક વ્હીકલ પોતાના ફીચર્સને કારણે ધૂમ મચાવી રહ્યું છે. આ લિસ્ટમાં પહેલુ નામ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર્સનું છે, જે આ સેગમેન્ટની આગેવાની કરી રહ્યું છે. ગયા મહેને એટલે કે ઓક્ટોબર 2023માં થયેલા વેચાણની વાત કરીએ, તો કંપનીએ 22,284 યૂનિટ્સનું વેચાણ કર્યું. જો કે સપ્ટેમ્બર 2023ની તુલનામા વધારે છે.

આ પણ વાંચોઃ એપ ડાઉનલોડ કરવા માટે પેરેન્ટ્સનું એપ્રુવલ જરુરી, 16થી ઓછી ઉંમરના બાળકો માટે METAએ કાયદો લાવવા અપીલ કરી

બીજા નંબર પર ટીવીએસ છે, જે બજારમાં પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટર આઈક્યૂબનું વેચાણ કરે છે. ઓક્ટોબરમાં ટીવીએસે 15,603 યૂનિટ્સનું વેચાણ કર્યું. જે સપ્ટેમ્બરમાં થયેલા 15,584 યૂનિટ્સના મુકાબલે ઉપર છે.

ત્રીજા નંબર પર બજાજ છે, બજારમાં બજાજ ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટર છે. જેના ઓક્ટોબર 2023માં 8430 યૂનિટ્સનું વેચાણ થયું, જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો 7079 યૂનિટ્સનો હતો.

આગલુ નામ એથર ઈલેક્ટ્રિક સ્કૂટરનું છે, જે ઓક્ટોબરમાં સૌથી વધારે વેચાનાર પાંચ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં ચોથા નંબર પર રહ્યું. જ્યારે વેચાણ કરાયેલા યૂનિટ્સની વાત કરીએ તો, તેની સંખ્યા 8027 યૂનિટ્સ રહી.

ગ્રીવ્સ ઈલેક્ટ્રિકે ઓક્ટોબર 2023માં 4019 યૂનિટ્સના વેચાણ સાથે, પોતાને પાંચમા નંબરે બનાવી રાખ્યું. જ્યારે સપ્ટેમ્બરમાં કંપનીએ 3612 યૂનિટ્સનું જ વેચાણ કર્યું હતું.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/K2PGXCtwT948Im49fwbfsd

GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ

Hardik Hingu

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી

Nelson Parmar
GSTV