GSTV
Home » News » ધીરૂભાઈ અંબાણીની એ 5 વાતો જેણે મુકેશ અંબાણીને બનાવ્યા સફળ બિઝનેસમેન

ધીરૂભાઈ અંબાણીની એ 5 વાતો જેણે મુકેશ અંબાણીને બનાવ્યા સફળ બિઝનેસમેન

સફળતા સરળતાથી નથી મળતી. એક પછી એક ડગલા માંડો ત્યારે સફળતાની નજીક તમે જઈ શકો છો. ધીરૂભાઈ અંબાણીનો પણ આ જ મંત્ર હતો. અને એક પિતા તરીતે ધીરૂભાઈ અંબાણીએ પોતાના દીકરાને પણ આ જ સલાહ આપી. અને આ જ શિખામણ પર ચાલીને આજે મુકેશ અંબાણી દેશના સૌથી ધનવાન વ્યક્તિ બની શક્યા. મુકેશ અંબાણીએ અવારનવાર આપેલા પોતાના નિવેદનોમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે આજે તેઓ સફળતાના જે શિખરે પહોંચ્યા છે તે પોતાના પિતા ધીરૂભાઈ અંબાણીની સલાહ પર ચાલીને જ શીખ્યા છે.

  • બિઝનેસમાં રિલેશનશીપ નહીં, પાર્ટનરશીપ ચાલે છે

રિલાયન્સ જીયોના લોન્ચિંગ બાદ મુકેશ અંબાણીએ પોતાના ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી કે ધીરૂભાઈ તેમને એક દીકરા તરીકે નહીં પરંતુ એક પાર્ટનર તરીકે ટ્રીટ કરતા હતા. તેઓ કહેતા કે બિઝનેસમાં રિલેશનશીપ નહીં પરંતુ પાર્ટનરશીપ ચાલે છે.

  • બિઝનેસમેનને ખબર હોય છે કે શું કરવાનું છે

કોઈ પણ કામ શરૂ કરતા પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે તમારું લક્ષ્ય શું છે. તો જ તમે તે લક્ષ્ય સુધી પહોંચી શકો છો. કોઈ લક્ષ્ય વગર તમે કંઈ જ સિદ્ધ નહીં કરી શકો.

  • હંમેશાં સકારાત્મક રહો

ભલે તમે કંઈ વાંચો છો કે કોઈ કામકરો છો, હંમેશાં સકારાત્મક-પોઝિટિવ રહેવું ખૂબ જરૂરી છે. જો તમે આ અપ્રોચ સાથે આગળ વધશો તમને ચોક્કસથી સફળતા મળશે. બની શકે કે આસપાસ ઘણાં નેગેટિવ સ્વભાવના લોકો રહેતા હોય કે કામ કરતા હોય પણ તમારું કામ પોઝિટિવિટી ફેલાવવાનું હોવું જોઈએ.

  • નિષ્ફળતાથી ડરશો નહીં, તેમાંથી શીખ લો અને ક્યારેય હાર ના માનો
cycle to reach success: try, fail, try again, success

દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક સફળતા અને નિષ્ફળતાનો સામનો કરવો પડે જ છે. એટલે સફળતાથી ડરો નહીં પણ ડટીને તેનો સામનો કરો.

મુકેશ અંબાણી પ્રમાણે, તેમણે પણ ઘણી વાર બિઝનેસમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમના પિતાના શબ્દો તેમને વિશ્વાસ અપાવતા ગયા.

  • તૈયાર કરો સારી અને મજબૂત ટીમ

એક સારી અને મજબૂત ટીમ વગર તમે કંઈ નથી કરી શકતા. એટલે સારા લોકોની ટીમ બનાવો અને મહેનતથી કામ કરતા રહો. સફળતા મેળવવા તે ખૂબ જરૂરી છે.

Related posts

સલમાન ખાન સાઈકલ લઈ નીકળ્યો, વચ્ચે વીડિયો ઉતારનારનો મોબાઈલ ઝૂંટવી લીધો

Mayur

IPL 2019: જીતની સિક્સર ફટકારવા ઉતરશે CSK, મુંબઇ ઇન્ડિયન્સની નજર પ્લેઑફ પર

Bansari

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur