GSTV
Home » News » 5 વાર ધારાસભ્ય બનવાની ઓફર ટાળી ચૂક્યો છું: એક્ટર વિવેક ઓબેરૉય

5 વાર ધારાસભ્ય બનવાની ઓફર ટાળી ચૂક્યો છું: એક્ટર વિવેક ઓબેરૉય

વિવેક ઓબેરૉય બીજેપીમાં જોડાયેલા છે એવી વાતો વહી રહી છે. આ બાબતે જવાબ આપતાં વિવેકે જણાવ્યું છે કે, “આ પહેલાં પણ મે ઘણી વાર કહ્યું છે કે, મારે કે મારી ફિલ્મને બીજેપી સાથે કઈં લેવાદેવા નથી.”

બોલિવૂડ એક્ટર વિવેક ઓવેરૉય આજકાલ તેની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના કારણે ચર્ચામાં છે. ગુરૂવારે ચૂંટણી પંચે પીએમ મોદીની બાયોપીક જોઇ. જ્યારથી વિવેક ઓબરૉયે આ ફિલ્મ કરી છે ત્યારથી એવી વાતો વહી રહી છે કે, તેઓ બીજેપીમાં જોડાઇ ગયા છે. આ બધી જ વાતોને વિવેક ઓબેરૉયે રદિયો આપ્યો છે.

વધુમાં વિવેક ઓબેરૉયે કહ્યું કે, “ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીમાં કોઇપણ જાતનું ફંડિંગ કરવામાં આવ્યું નથી. અમે પહેલાં પણ કહ્યું છે કે, ફિલ્મ પાછળ કોઇપણ જાતનો પોલિટિકલ એજન્ડા નથી. જો એમ જ હોત તો ધારાસભ્ય બનવાની ટિકિટ લઈ લીધી હોત. મને 5 વાર ટિકિટની ઓફર મળી ચૂકી છે, પરંતુ મે ના પાડી છે, કારણકે હું એક ફિલ્મ નિર્માતા છું અને રાજનીતિ મારું કામ જ નથી.”

વિવેકે કહ્યું, “ફિલ્મની રિલીઝ પાછી ઠેલાવાના કારણે આખી ટીમ દુ:ખી  અને નિરાશ છે. અમને આ ફિલ્મથી બહુ આશાઓ હતી. ફિલ્મ બનાવવામાં લગભગ દોઢ વર્ષ લાગ્યું છે અને અમને ઉત્સાહ પણ બહુ હતો. ફિલ્મ રિલીઝ થવાના એક દિવસ પહેલાં જ તેને અટકાવવામાં આવે તો, દુ:ખ તો થાય જ. જો અમારી ફિલ્મથી વોટર્સ પ્રભાવિત થતા હોય તો, વિજ્ઞાપન, રાજકીય વિચારો અને ચર્ચાઓથી પણ થઈ શકે છે.”

Read Also

Related posts

ઐશ્વર્યા-અભિષેક-સલમાનને લઇને વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહારાષ્ટ્ર મહિલા આયોગ કરશે કાર્યવાહી

Bansari

આજે રાજીવ ગાંધીની પૂણ્યતિથી, પ્રાર્થનાસભામાં હાજર રહ્યા કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાઓ

Arohi

અવંતિકાએ લગ્નના 8 વર્ષ પછી કેમ છોડ્યું ઈમરાનનું ઘર?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!