GSTV

ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ આપની પાસે આવતાની સાથે જરૂરથી આ પાંચ બાબતો ચેક કરજો, નહીં તો….

ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ દ્વારા એ વાતની જાણકારી મળે છે કે, ગ્રાહકોએ બિલિંગ અવધિ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કર્યો છે. અસ્પષ્ટ અને શંકાસ્પદ લેણદેણને જોવા માટે વ્યક્તિએ હંમેશા ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટને ધ્યાનથી વાંચવું જોઇએ. નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ યુઝર્સને ક્રેડિટ સ્કોરને બનાવી રાખવામાં પણ મદદ કરે છે. જો આપ ક્રેડિટ કાર્ડ યુઝ કરો છો અને તમારી પાસે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ આવે છે તો આપે કેટલીક જરૂરી વાતોને ચેક કરી લેવી જોઇએ.

લેણદેણનો ચાર્જ

ગ્રાહકોએ ક્રેડિટ કાર્ડ બિલ સાથે આવતા ચાર્જને તપાસવા અને સમજવા જોઈએ. ઘણી વખત બેંકો સ્વીકૃત મર્યાદા કરતા વધારે ખર્ચ કરવા માટે ચાર્જ લે છે અને અવેતન રકમ પર વ્યાજ પણ લે છે. આ સિવાય પણ અન્ય ચાર્જ હોઈ શકે છે, જેમ કે મોડેકથી ફીની ચુકવણી અને પ્રોસેસિંગ ફી. ક્રેડિટ કાર્ડ વિગતોની દેખરેખ વપરાશકર્તાઓને મદદરૂપ થાય છે.

ગેરમાન્ય લેણદેણ

લેણદેણની સમીક્ષા કર્યા બાદ યુઝર્સ એ ઓળખી શકે છે કે શું તેમની પાસેથી કોઈ ગેર માન્યતા પ્રાપ્ત લેણદેણ થઇ છે કે નહીં.

ક્રેડિટ મર્યાદા ઉપલબ્ધતા અને કુલ બાકી રકમ

ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટથી ક્રેડિટ લિમિટ ઉપલબ્ધતા અને કુલ બાકી રકમ વિશે પણ ખ્યાલ આવે છે. જેનાથી યુઝર્સે કોઇ પણ વધારાના ખર્ચથી બચવા માટે પ્રતિ માસ કુલ બાકી રકમની ચુકવણી કરવાની સૂચના મળે છે. કુલ રકમમાં તમામ EMI શામેલ હોય છે કે જે તેમને આપવામાં આવેલ બિલિંગ ચક્રમાં લગાવવામાં આવેલા ખર્ચની સાથે ચૂકવણી કરવાની રહેશે.

રિવોર્ડ બેલેન્સ

યુઝર્સે સામાન્ય રીતે જમા થનારા રિવોર્ડ પોઇન્ટ્સની સમાપ્તિ પહેલાં તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ નવા પ્રસ્તાવોને પણ સંક્ષેપમાં જાણકારી આપે છે કે જે અન્ય માહિતી ચૂકી ગયા હોય તો આ ફાયદાકારક થઇ શકે છે.

ખાતામાં ફેરફાર

ક્રેડિટ કાર્ડની સમજૂતીના નિયમો અને શરતોમાં કોઇ પણ ફેરફારને સામાન્ય રીતે મોકલવામાં આવેલ માસિક માહિતી દ્વારા ખ્યાલ મેળવી શકાય છે અને જો આપે આને નથી જોયું તો તે છૂટી શકે છે.

READ ALSO :

Related posts

OTT પ્લેટફોર્મ પર બતાવામાં આવી રહી હતી અશ્લીલ ફિલ્મો, સરકારની ગાઈડલાઈંસથી ક્રાઈમ બ્રાંચ ખુશ

Mansi Patel

સાવધાન/આ કંપનીઓ રોકાણ કરવા પહેલા કરી લો તપાસ, કેન્દ્ર સરકારની આ સલાહને નજરઅંદાજ ન કરવી

Mansi Patel

કામનું/ ઑફિસના કામના કારણે શું તમારે પણ પાર્ટનર સાથે થાય છે બબાલ, વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં આ રીતે જાળવી રાખો રિલેશનશીપ

Karan
Do NOT follow this link or you will be banned from the site!