GSTV

ના હોય! 5 સ્ટાર જેલ, એક કેદી પર વાર્ષિક ખર્ચ થાય છે કરોડો રૂપિયા

જેલ

Last Updated on August 22, 2020 by pratik shah

તમને ખબર જ હશે કે રોજ જેલમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેલનું નામ લેતાજ મનમાં ઘણા પ્રકારના સવાલ પેદા થવા લાગે છે. કેદીઓને ખાવા-પીવાથી લઈને ત્યાં રહેવાની વ્યવસ્થા સહિત ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ આજે અમે તમને એક એવી જેલ વિશે જણાવીશું જ્યાં આ બધી વાતો વિશે વિચારવાનો કોઈ મતલબ નથી. આ જેલમાં રહેતા દરેક કેદી પર વાર્ષિક કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. આ કારણે આ જેલને દુનિયાની સૌથી મોંઘી જેલ તરીકે જાણવામાં આવે છે.

આ જેલનું નામ છે ‘ગ્વાંતાનમો બે’, જે ક્યુબામાં સ્થિત છે. આ જેલનું નામ આવું એટલે પડ્યું કારણ કે તે ગ્વાતાનમો ખાડીના તટ પર સ્થિત છે. એક રિપોર્ટ અનુસાર આ જેલમાં હાલ 40 કેદી છે અને દરેક કેદી પર વાર્ષિક લગભગ 93 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. 

જેલ

ગ્વાતાનમો બે જેલમાં લગભગ 1800 સૈનિક તૈનાત છે. અહીં ફક્ત એક કેદી પર લગભગ 45 સૈનિકોને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેલની સુરક્ષામાં તૈનાત સૈનિકો પર આ લગભગ 39000 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ જેલમાં કેદીઓને આટલી સુરક્ષા કેમ આપવામાં આવે છે? તો તમને જણાવી દઈએ કે અહીં ઘણા એવા અપરાધિઓને રાખવામાં આવ્યા છે જે ખૂબ જ ખતરનાક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 9/11 હુમલાના માસ્ટરમાઈન્ડ ખાલિદ શેખ મોહમ્મદ પણ આ જેલમાં બંધ છે.

જેલ

ગ્વાતાનમો બે જેલમાં ત્રણ બિલ્ડિંગ, બે ખુફિયા મુખ્યાલય અને ત્રણ હોસ્પિટલ છે. તેની સાથે વકીલો માટે પણ અલગ અલગ કમ્પાઉન્ડ બનાવવામાં આવ્યા છે. જ્યાં કેદી તેમની સાથે વાત કરી શકે છે. આ જેલના સ્ટાફ અને કેદીઓને હોટલ જેવી સુવિધાઓ મળે છે. કેદિઓ માટે આ જેલમાં ચર્ચ, જીમ, પ્લે સ્ટેશન અને સિનેમા હોલની વ્યવસ્થા કરવામાં આવી છે.

જેલ

પહેલા ગ્વાતાનમો બે માં અમેરિકાનો નેવી બેસ હતો પરંતુ બાદમાં તેને ડિટેન્શન સેન્ટર બનાવી દેવામાં આવ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચુકેલા જોર્જ ડબ્લ્યુ બુશે અહીં એક કમ્પાઉન્ડ બનાવ્યું જ્યાં આતંકીઓને રાખવામાં આવ્યા હતા. આ કેમ્પને એક્સ-રે નામ આપવામાં આવ્યું હતું.

Read Also

Related posts

Tokyo Olympic / સિલ્વર મેડલિસ્ટ મીરાબાઈ ચાનુને મળશે 1 કરોડ રૂપિયા, મણપુર સરકારે કરી જાહેરાત

Zainul Ansari

તણાવ / જિનપિંગની પહેલી તિબેટ યાત્રાનો ઇશારો અરૂણાચલ સરહદ તરફ, ચીનની હરકતો પર ભારતની બાજ નજર

Dhruv Brahmbhatt

PM Pension Yojana: આ યોજનામાં દર વર્ષે મળશે 1.1 લાખ રૂપિયા, જાણો કેવી રીતે લેવો લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!