GSTV

3 પત્ની,પાંચ સંતાનો અને 8 પૌત્ર-પૌત્રી, Photosમાં જુઓ કેવો છે ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર

Last Updated on February 25, 2020 by Bansari

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓળખ દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપ્રમુખ તરીકે થાય છે. ટ્રમ્પ બે દિવસ માટે ભારતના પ્રવાસે છે. તેમણે ગઇકાલે એટલે કે 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે લાખો લોકોનું સંબોધન કર્યુ અને આજે એટલે કે 25 ફેબ્રુઆરીએ તેઓ દિલ્હી ખાતે છે. આ પ્રવાસે ટ્રમ્પ સાથે અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ તથા દિકરી ઇવાન્કા પતિ સાથે આવ્યા છે. ટ્રમ્પ પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ ખૂબ જ પારિવારિક વ્યક્તિ છે. ચાલો અમે તમને જણાવીએ કે ટ્રમ્પના પરિવારમાં કોણ કોણ છે…

ટ્રમ્પનો પરિવાર ખૂબ મોટો છે. ટ્રમ્પે ત્રણ લગ્ન કર્યા છે જેના થકી તેમના પાંચ બાળકો છે-2 દિકરીઓ અને 3 દિકરા. ટ્રમ્પના પાંચેય બાળકોના લગ્ન થઇ ચુક્યા છે અને તે 8 બાળકોના દાદા-નાના છે.

ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા લગ્ન 1977માં ઇવાના ટ્રમ્પ સાથે થયા હતા. બંનેના ત્રણ બાળકો છે. ઇવાન્કા ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પય 1991માં ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇવાના એકબીજાથી અલગ થઇ ગયા હતાં.

તે બાદ ડોનાલ્ડ ટ્રમ્પે માર્લા મેપલ્સ સાતે 1993માં લગ્ન કર્યા હતા. જો કે તેમના આ લગ્ન લાંબો સમય ટકી ન શક્યા અને માર્લા તથા ટ્રમ્પ 1999માં અલગ થઇ ગયાં. બંનેની એક દિકરી છે જેનું નામ ટિફની ટ્રમ્પ છે.

બે લગ્ન કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજા લગ્ન મેલાનિયા ટ્રમ્પ સાથે કર્યા. મોડેલ રહી ચુકેલી મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પનો એક દિકરો છે, જેનું નામ બેરન ટ્રમ્પ છે.

હવે વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પના બાળકોની. ડોનાલ્ડ ટ્રમ્પ દિકરી ઇવાન્કાને ખૂબ જ પ્રેમ કરે છે. ઇવાન્કા ટ્રમ્પ અને તેના પતિ જેરેડ કુશનર વ્હાઇટ હાઉસના સલાહકાર છે. જેરેડ અને ઇવાન્કા પણ ટ્રમ્પ સાથે ભારત પ્રવાસે આવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, ટ્રમ્પનો સૌથી મોટો દિકરો છે. ટ્રમ્પ જૂનિયર એક બિઝનેસમેન છે અને રિયાલીટી ટીવી પર્સનાલિટી પણ રહી ચુક્યો છે. ટ્રમ્પ જૂનિયરની પત્નીનું નામ ઇવાના છે. ટ્રમ્પ જૂનિયરના પાંચ બાળકો છે.

એરિક ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇવાનાનો દિકરો છે. એરિક ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના કાર્યકારી ઉપાધ્યક્ષ છે. એરિકના લગ્ન લારા સાથે થયા છે અને તેમના બે બાળકો છે.

ટિફની, માર્લા અને ડોનાલ્ડ ટ્રમ્પની એકમાત્ર સંતાન છે. ટિફની ઇલેક્શનથી લઇને બિઝનેસ પ્લાન સુધી પોતાના પિતા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

બેરન ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પનો દિકરો છે. બેરન ઘણીવાર પોતાના પિતા સાથે ચૂંટણી પ્રચારમાં નજરે આવ્યો હતો.

Read Also

Related posts

બોન્ડની નજીવી રકમના અભાવે કેટલાંક ગરીબ કેદીઓ હજુ પણ જેલમાં, આ મામલે હાઇકોર્ટમાં 31મીએ સુનાવણી

Dhruv Brahmbhatt

વેક્સિનેશન/ અમદાવાદમાં ૩૬ લાખથી વધુ લોકોને કોરોના વેકિસન અપાઈ, રસી લેનારાઓમાં પુરુષની સંખ્યા વધુ

Damini Patel

કામની વાત: ફટાફટ કરાવી લેજો આપના બાળકનું આધાર કાર્ડ અપડેટ, જો નહીં કરો તો થઈ જશે નિષ્ક્રિય, આ 7 સ્ટેપમાં સમજો આખી પ્રક્રિયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!