માનવ પોતાની જરૂરીયાત અને સ્વાર્થ સંતોષવા માટે રોજબરોજ જંગલનો નાશ કરતો જાય છે. જંગલના પ્રાણીઓના અધિકાર ક્ષેત્ર પર માણસની ઘૂસણખોરીના પરિણામો માણસ પ્રાણીઓના હુમલા તરીકે ભોગવી રહ્યો છે. પોતાના ખોરાકની શોધમાં પ્રાણીઓ માનવ વસાહતમા ગમે ત્યારે ઘૂસી આવે છે. ગીર ગઢડામાં પટેલ સમાજની વાડી નજીક સવારના સમયે પાંચ સિંહે ગાયનો શિકાર કરીને જયાફત ઉડાવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે, સિંહોએ માત્ર ગાયનો જ નહીં પરંતુ ભૂંડનો પણ શિકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સિહોના શિકારના કારણે વાડીની આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. તે બીજી તરફ એક બાળ સિંહની હત્યા કરાયાનો મામલો સામે આવ્યો છે. બાળ સિંહને માથાના ભાગમાં બોથડ પદાર્થ મારીને હત્યા કરાઇ હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. બાળસિંહનો મૃતદેહ જે વાડી નજીકથી મળી આવ્યો હતો તેના માલિકની ACFની ટીમે શોધ આદરીને આગળની તપાસ હાથ ધરી છે.