પેટ્રોલ પંપ પર Free મળે છે આ 5 સર્વિસ, ન આપે તો કેન્સલ થઇ શકે છે પંપનું લાયસન્સ

પેટ્રોલ પંપ પર લોકોને કેટલીક સુવિધાઓ બિલકુલ ફ્રી મળે છે અને જો તમને આ સુવિધાઓ ન મળી રહી હોય તોતમે તેની ફરિયાદ કરી શકો છો. તમારી ફરિયાદ યોગ્ય હશે તો પંપનું લાઇસન્સ રદ થઇ શકેછે.

જો તમને તમારા અધિકાર પેટ્રેલ પંપ પર નથી મળી રહ્યાં તો તમે લોક ફરિયાદ અને મોનિટરિંગ સિસ્ટમ પાસે જઇને ફરિયાદ નોંધાવી શકો છો. તમે http://pgportal.gov.in/ વેબસાઇટ પર જઇને ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ફરિયાદને આધારે પંપનું લાઈસન્સ રદ્દ પણ થઈ શકે છે.

ક્વૉલિટી ટેસ્ટ

જો તમને ફ્યૂલની ગુણવત્તાને લઈને શંકા થતી હોય તો તમે ફિલ્ટર પેપર ટેસ્ટની માંગ કરી શકો છો. આ ટેસ્ટ માટે તમારે પાસેથી કોઈ પૈસા પણ લેવામાં નહીં આવે. જો તમને ફ્યૂલની માત્રાને લઈને શંકા હોય તો ક્વૉન્ટિટી ટેસ્ટ પણ કરાવી શકો છો.

વાહનમાં ફ્રી હવા ભરવી

તમામ પેટ્રોલ પંપ પર વાહનોમાં હવા ભરવાની સુવિધા આપવી ફરજિયાત છે. તેના માટે પેટ્રોલ પંપ ડીલરે પંપ પર હવા ભરવાની ઇલેક્ટ્રોનિક મશીન અને વાહનોમાં હવા ભરનાર વ્યક્તિની નિયુક્તિ કરવી પણ જરૂરી છે. આ કામ માટે પેટ્રોલ પંપના માલિક અથવા નિયુક્ત વ્યક્તિ તમારી પાસે તેના પૈસા ન માંગી શકે. આ સેવા લોકોને ફ્રીમાં આપવામાં આવે છે. જો કોઇ પંપ પર  આ માટે પૈસા માંગવામાં આવે તો તમે સંબંધિત ઓઇલ કંપનીને ફરિયાદ કરી શકો છો.

ફર્સ્ટ એઇડ બૉક્સ

દરેક પેટ્રોલ પંપ પર એક ફર્સ્ટ એઇડ બૉક્સ હોવું જોઇએ જેથી સામાન્ય જનતાને જરૂરિયાત ઉભી થતાં તેનો ઉપયોગ કરી શકાય. આ બૉકસમાં જીવનરક્ષક દવાઓઅને પાટા હોવા જોઇએ. આ સાથે તમામ દવાઓની એક્સપાયરી ડેટ પણ લખેલી હોવી જોઇએ. આ બૉક્સમાં દવાઓ એક્સપાયર થયેલી ન હોવી જોઇએ. જો પેટ્રોલ પંપ તમારી માંગ પર ફર્સ્ટ એઇડ બૉક્સ આપવાથી ઇનકાર કરી દે તો તમે તેની લેખિતમાં ફરિયાદ કરી શકો છો.

ઈમરજન્સી ફોન કૉલ

જો મફતમાં કોઈ પણ પેટ્રોલ પંપ પરથી તમારે ઇમરજન્સી ફોન કૉલ કરવો હોય તો તમે કરી શકો છો. તમે તમારા પરિચિતને કૉલ કરો અથવા માર્ગ અકસ્માતના પીડિત વ્યક્તિના પરિજનને કૉલ કરવો હોય તો કોઈ પણ પેટ્રોલ પંપથી કરી શકો છો. જો તમારે રસ્તા વચ્ચે કોઈ પણ જરૂરી કૉલ કરવો હોય, મદદ માંગવી હોય તો પેટ્રોલ પંપ પર જઈ શકો છો.

પીવાનું શુદ્ધ પાણી

પેટ્રોલ પંપ ડીલરને પોતાના પંપ પર સામાન્ય લોકોની સુવિધા માટે ફ્રી પીવાના પાણીની સુવિધા આપવી પડશે. તેના માટે પેટ્રોલ પંપ ડીલરે આરઓ મશીન,વૉટર કૂલર અને પાણીનું કનેક્શન પોતે લગાવવાનું રહેશે. જો કોઇ પંપ પર પીવાના પાણીની સુવિધા ન મળે તો તેના માટે તેલ માર્કેટિંગ કંપનીને ફરિયાદ કરી શકો છો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter