GSTV
News World ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાનમાં આફત/ ફરી આતંકીઓનો નિશાને આવ્યું કાબુલ એરપોર્ટ, આ કારણે નિષ્ફળ થયો રોકેટ હુમલો

કાબુલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઈ એરપોર્ટને ફરી આતંકીઓએ ટાર્ગેટ કર્યું છે. અફઘાનિસ્તાન મીડિયા અનુસાર, આ રોકેટ ખુર્શીદ પ્રાઈવેટ યુનિવર્સિટી નજીક ફેંકવામાં આવ્યા હતા. શરૂઆતના ગાળાની તપાસ બાદ જાણવા મળ્યું કે, આ રોકેટને કાબુલ એરપોર્ટની એર ડિફેન્સ સિસ્ટમને બરબાદ કરવા માટે ફેંકવામાં આવ્યા હતા. જો કે, હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

સૂત્રો અનુસાર, કાબુલ એરપોર્ટ પર ફીટ કરેલી એર ડિફેન્સ સિસ્ટમને રોકેટ હુમલાએ નિષ્ફળ કરી દીઘી હતી. અને રોકેટને હવામાં જ તોડી પાડયા હતા. અમેરિકાએ આ એરપોર્ટની સુરક્ષા માટે અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ ફીટ કરી હતી. આતંકીઓએ આ હુમલો એવા સમયે કર્યો છે, જ્યારે એક દિવસ પહેલા અમેરિકાએ ડ્રોન હુમલો કરી આઈએસના આતંકીઓને માર્યા હતા.

બાઇડને આપી હતી હુમલાની ચેતવણી

જણાવી દઇએ કે કાબુલ એરપોર્ટ બહાર આઈએસ-ખોરાસનના આત્મઘાતી હુમલાખોરોએ કરેલા બે વિસ્ફોટો પછી અમેરિકન પ્રમુખ જો બાઈડેને હુમલાના કાવતરામાં સંડોવાયેલા દરેક આતંકીને શોધી-શોધીને મારવાની ચેતવણી આપી હતી. ત્યાર પછી અમેરિકાએ સતત બીજા દિવસે આઈએસ-ખોરાસનના આતંકીઓ પર હુમલો કર્યો છે.

કાબુલ એરપોર્ટ પર ગુરૂવારે આતંકી હુમલા પછી અમેરિકન પ્રમુખ જો-બાઈડેને આગામી 24થી 36 કલાકમાં વધુ આતંકી હુમલાની પણ ચેતવણી આપી હતી. આ એલર્ટ પછી એરપોર્ટની આજુબાજુ સલામતી વ્યવસ્થાને સઘન બનાવાઈ હતી. તાલિબાનોએ પણ કાબુલ એરપોર્ટની નજીકના વિસ્તારોમાં તેમની ચેકપોસ્ટ વધારી દીધી હતી.

કાબુલ

તાલિબાનોના શાસનથી હજારો નાગરિકો ભયભીત

દરમિયાન અમેરિકન સૈન્યના કાર્ગો વિમાને મંગળવારની નિશ્ચિત સમય મર્યાદા પહેલાં રવિવારે કાબુલ એરપોર્ટ પરથી અમેરિકન નાગરિકો અને અફઘાનોને બહાર લઈ જવાનું અભિયાન ચાલુ રાખ્યું હતું. અમેરિકાએ રવિવારે એક હજાર લોકોને બહાર કાઢ્યા હોવાનું જણાવાયું હતું. અમેરિકાએ બે દાયકા લાંબા યુદ્ધ પછી 31મી ઓગસ્ટ સુધીમાં અમેરિકન દળોને અફઘાનિસ્તાનમાંથી પાછા ખેંચવાની જાહેરાત કરી છે.

અમેરિકન સૈન્યની વિદાય પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનોના શાસનથી હજારો નાગરિકો ભયભીત છે અને તેમને જૂના તાલિબાની શાસનનો ડર સતાવી રહ્યો છે. એવામાં તાલિબાનના એક ફાઈટરે બઘલાન પ્રાંતના અંદરાબી ખીણમાં એક લોક ગાયક ફવાદ અંદરાબીની ગોળી મારી હત્યા કરી હતી. તાલિબાનના પ્રવક્તા ઝબિહુલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ કરવામાં આવશે અને હત્યારાને સજા કરવામાં આવશે.

Read Also

Related posts

શું વિકાસની ફક્ત ગુલબાંગો? ગુજરાતના 23 જિલ્લાઓેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં થયો વધારો, અત્યાધુનિક ગુજરાતની વાતો પાંગળી

pratikshah

ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર

Kaushal Pancholi

સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત

pratikshah
GSTV