GSTV
Gujarat Government Advertisement

મોદી-શાહની જોડી પર ભારે પડી મમતા દીદી, આ છે બંગાળમાં ભાજપના રકાસના 5 મુખ્ય કારણો

મમતા

Last Updated on May 3, 2021 by Bansari

પશ્વિમ બંગાળમાં ત્રીજીવાર ટીએમસીની સરકાર રચાઇ રહી છે. મમતા બેનર્જી ફરી એકવાર રાજ્યની કમાન સંભાળશે. દીદીને હરાવવા માટે ભાજપે ઘણી મહેનત કરી હતી. પાર્ટીના દિગ્ગજ નેતાઓની ફૌજ સીએમ બેનર્જીને હરાવવા મેદાને ઉતરી ગઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, યૂપી સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક મોટા નેતાઓની ચૂંટણી સભાઓ ગજવવામાં આવી.

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ભવિષ્યવાણી કરી હતી કે બીજેપી 100 સીટ પણ નહીં જીતી શકે. જ્યારે ભાજપે 200થી વધુ સીટો પર જીત નોંધાવવાનો દાવો કર્યો હતો. તેવામાં સવાલ ઉઠી રહ્યાં છે કે પીએમ મોદીથી લઇને કેન્દ્રીય મંત્રીઓના ચૂંટણી પ્રચાર અને સત્તાધારી દળમાંથી પક્ષપલટો કરાવ્યા બાદ પણ પાર્ટીથી ક્યાં ભૂલ થઇ ગઇ.  ચાલો જાણીએ બંગાળમાં ભાજપના રકાસના પાંચ મુખ્ય કારણો…

બંગાળ

ધ્રુવીકરણની રણનીતિ થઇ ફેલ

પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ધ્રુવીકરણને મોટા મુદ્દા રૂપે જોવામાં આવ્યુ. બીજેપી સતત મમતા દીદી અને ટીએમસી પર તુષ્ટીકરણનો આરોપ લગાવી રહી હતી. ભાજપ પોતાની દરેક રેલી તથા સભામાં જય શ્રી રામના નારા પર થયેલા વિવાદને મુદ્દો બનાવતી હતી. તૃણમૂલ પણ તેનાથી પાછળ ન હતી. બેનર્જીએ જાહેર મંચ પર ચંડી પાઠ કર્યા. પછી પોતાનું ગૌત્ર જણાવ્યુ અને હરે કૃષ્ણ હરે હરેના નારા પણ લગાવ્યા. કહેવામાં આવી રહ્યું હતું કે બંગાળના હિન્દુ મતદારોને આકર્ષવા માટે બીજેપીનો દાવ તેના પક્ષમાં આવશે, પરંતુ થયું કંઇક ઉલ્ટુ જ. જો કે રાજકીય વિશેષજ્ઞોનું માનવુ છે કે બંગાળમાં ગ્રાઉન્ડ લેવલે રાજકીય ધ્રુવીકરણ જોવા મળ્યું છે.

મમતા

મુખ્યમંત્રીનો ચહેરો ન હોવો

આ ચૂંટણીમાં ભાજપ ઘણી મજબૂત સ્થિતિમાં હતી. પરંતુ મમતા દીદીની બરાબર કોઇ નેતા અથવા મુખ્યમંત્રીનો ચહેરો ન હોવો પાર્ટી માટે સૌથી મોટો ફટકો સાબિત થયો. બીજેપીના સૂત્રોએ પણ ઘણીવાર આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પાર્ટીએ સમગ્ર ચૂંટણી પીએમ મોદીના ચહેરાના આધારે લડી.

મમતા

બહારના નેતાઓ પર વિશ્વાસ

લોકસભા ચૂંટણીમાં 19 સીટો પર જીત નોંધાવ્યા બાદ બીજેપી માટે બંગાળ વિધાનસભા ચૂંટણી સૌથી મોટુ યુદ્ધ હતુ. જેના માટે તેને રાજ્યના ચહેરાની જરૂર હતી. તેના માટે પાર્ટીએ અન્ય દળોમાંથી પક્ષપલટો પણ  કરાવ્યો અને તૃણમૂલ કોંગ્રેસના અનેક મોટા નેતાઓને પોતાની તરફ કરી લીધાં. તેમાં સૌથી મોટુ નામ શુભેન્દુ અધિકારી છે, જે મમતાના ખાસ રહ્યાં હતા. બીજેપીએ કહ્યું હતું કે બે મે સુધી ટીએમસીનો સફાયો થઇ જશે. સાથે જ સીએમ બેનર્જીએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ પણ લગાવ્યો હતો. મમતાએ તેને એ રીતે રજૂ કર્યુ કે પોતીકાએ જ તેને દગો આપ્યો કારણ કે તેઓ પ્રામાણિક ન હતા. વિશ્લેષકોનું કહેવુ છે કે દીદીને આ દાવનો મોટો ફાયદો થયો.

મમતા

પોતાના નેતાઓને કર્યા નારાજ

બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ગ્રાઉન્ડ લેવલે મજબૂતી માટે બીજેપીએ અન્ય પાર્ટીઓના નેતાઓને પોતાની તરફ કર્યા. સાથે જ મોટા પાયે ટિકિટ પણ આપી. જેના પગલે ભાજપે પોતાના જ નેતાઓને નારાજ કરી દીધા. ટિકિટ વિતરણ વખતે બંગાળ ભાજપ યુનિટમાં અસંતોષની ખબરો પણ સામે આવી. ઘણી જગ્યાએ ભાજપના કાર્યાલયમાં તોડફોડ પણ થઇ.

મમતા

સાઇલેન્ટ વોટરોએ ન આપ્યો સાથ

ભાજપને તેના સાઇલેન્ટ વોટરેએ સાથ ન આપ્યો. હકીકતમાં બિહાર ચૂંટણી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓને બીજેપીના સાઇલેન્ટ વોટર ગણાવ્યા હતા. પરંતુ બંગાળમાં પાર્ટીની આ વોટબેંક કામ ન આવી. તેની પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે પીએમનું મમતાને વારંવાર ‘દીદી ઓ દીદી’ કહેવુ પસંદ ન આવ્યુ. તૃણમૂલે તેને મુદ્દો બનાવી લીધો. જેનો તેને લાભ પણ થયો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!