GSTV

7 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતની આ 5 કાર થશે લોંચ, મળશે આ જબરદસ્ત ફીચર

કોરોના મહામારીને લીધે 2020 ઑટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ નિરાશાજનક સાબિત થયું છે. કોવિડ -19 ને કારણે ઘણી દેશી અને વિદેશી કાર કંપનીઓને તેમની કારના લોન્ચિંગને મુલતવી રાખવી પડી હતી. પરંતુ હવે વસ્તુઓ સામાન્ય થવા માંડી છે. આ જોતા, ઘણી કંપનીઓ આ વર્ષે ભારતમાં પોતાની કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ વર્ષે, બજેટ કાર અને એસયુવીથી લઈને ઘણી પ્રીમિયમ અને મોંઘી કાર લોન્ચ કરવા માટેની પાઇપલાઇનમાં છે. પરંતુ આજે અમે તમને આવી 5 કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત 7 લાખ રૂપિયાથી ઓછી છે, પરંતુ તેમની સુવિધાઓ ઉત્તમ છે. 721 રૂપિયાથી ઓછામાં 2021 ની આ 5 શ્રેષ્ઠ કાર છે.

મારુતી અલ્ટો

મારુતિ સુઝુકી ઈન્ડિયાની પોતાની અપડેટેડ નેકસ્ટ જનરેશન મારુતિ અલ્ટો કાર આ વર્ષના જુન મહિનામાં લોંચિંગ કરવા જઈ રહી છે. આ કારની કીંમત 3 લાખ રૂપિયાથી 4.5 લાખ રુપિયા વચ્ચે હોવાની સંભાવના છે. કંપનીનો દાવો છે કે પેટ્રોલ અને CNGથી ચાલતી આ કાર 23 કિમીથી વધારેની એવરેજ આપશે. હાલના લોનના ઈન્ટરસ્ટના હિસાબે તમે પ્રતિ માસ 5057 રૂપિયાની EMI ભરીને પોતાના ઘરે આ કાર લાવી શકો છો. આ કારમાં 0.8 લિટર અને 1 લીટર પેટ્રોલ એન્જીન મળવાની સંભાવના છે. આ કારોમાં CNG ફ્યૂલનો ઓપ્શન પણ મળશે.

મારુતિ સિલેરીયો

મારુતિ સુઝુકી ઈન્ડિયા પોતાની બીજી કાર સેકેંડ જનરેશન મારુતિ સેલેરીયો પણ આ વર્ષે લોંચ કરશે. આ કારની કીંમત 5 લાખ રૂપિયાથી 6.5 લાખ રૂપિયાની વચ્ચે હશે. આ કંપની માત્ર મારુતિ સિલેરીયોને પેટ્રોલ વેરિયંટમાં લોંચ કરવાની યોજના છે. આ કારમાં 1.0 લીટર અને 1.2 લીટરનું પેટેરોલ એન્જીન મળશે. જેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને ઑટોમેટિક ગિયરબોકસનો વિકલ્પ મળશે. તમે મારુતિ સિલેરીયોને હાલ 9.5 ટકાના ઈન્ટરેસ્ટ રેટ હિસાબે 8288 રૂપિયાના EMI પર ખરીદી શકશો.

ટાટા HBX

ટાટા મોટર્સ આ વર્ષે માઈક્રો SUV લોંચ કરવાની તૈયારીમાં છે. Tata HBX SUV આ વર્ષે જુન-જુલાઈમાં લોંચ થઈ શકે છે. આ કારની કીંમત 5 લાખ રૂપિયાથી લઈને 7 લાખ રૂપિયા વચ્ચે રહી શકે છે. આ કાર પ્રતિ લીટર 19 કિમીની એવરેજ આપશે. કંપનીએ આ કારની ઝલક 2020મા ઑટોએક્સપો માં બતાવી હતી. તેમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જીન મળશે. આ કાર Mahindra KUV100 NXT અને Maruti Ignisને ટક્કર આપશે.

Renault Kiger (રેનો કિગર)

રેનો પોતાની ખૂબ રાહ જોયેલી કાર રેનો કિગર માર્ચ 2021માં ભારતમાં લોંચ કરશે. આ કારની કીંમત લગભગ 6 લાખ રૂપિયાથી શરુ થશે. તો તેના ટોપ મૉડેલની કીંમત 9.5 લાખ રૂપિયા સુઘી હોય શકે છે. કંપનીનો દાવો છે કે આ કાર 20 કિમી પ્રતિ લીટર સુધીની એવરેજ આપશે. તેમાં 1.0 લીટરનો ટર્બોચાર્જડ પેટ્રોલ એનજીન મળશે. જે સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન ગિયરબોકસ સાથે આવશે.

સિટ્રોન SVU

ફ્રાંસની કાર નિર્માતા કંપની સિટ્રોન પોતાની સબ -4 મીટર SUV ભારતમાં આ વર્ષેના અંતમાં લોંચ કરશે. આ કારની શરુઆતની કીંમત 6 લાખ રૂપિયા હોવાની સંભાવના છે. તો તેના ટોપ વેરિયન્ટની કીંમત ભારતમાં 9 લાખ રૂપિયા હોઈ શકે છે. 1.2 લીટરના ટર્બો પેટ્રોલ એન્જીન આપશે. કંપનીનો દાવો છે કે Citroen sub-4M SUV પ્રતિ લીટર 15 કિલોમીટરનું એવરેજ આપશે.

READ ALSO

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!