GSTV
Home » News » બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ આવું કરે તો તૂટી શકે છે સંબંધો, જાણો આ પાંચ રીતો જે તોડી શકે સંબંધ

બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ આવું કરે તો તૂટી શકે છે સંબંધો, જાણો આ પાંચ રીતો જે તોડી શકે સંબંધ

સબંધોમાં એક વળાંક આવે ત્યારે દરેકના મનમાં સવાલ આવે છેકે, આ સબંધ ચાલશે કે નહી? આ સબંધનું કોઈ ભવિષ્ય છે કે નહી?  ક્યાંક આ જીવનની રાહમાં વચ્ચે તો નહી તૂટી જાયને? જો તમારા મનમાં પણ આ જ સવાલો ચાલતા હોય તો તેનો જવાબ હમણા જ મળી શકે છે. તે જાણવા માટે તમારી પાસે આ પાંચ રીત છે.

ઈમોશનલ કનેક્શન ન હોવું

સબંધોમાં જ્યાં પ્રેમ છે, ત્યાં ભાવનાઓ પણ હોય છે. જો પાર્ટનર સામે ચાલીને આવીને કહે કે તે સબંધમાં ઈમોશનલ નથી અને મગજથી કામ લેવા માંગે છે. તો તે ચોખ્ખુ દર્શાવે છેકે, આ સબંધનું ભવિષ્ય ધૂંધળું છે.

પ્રેમ છે પણ ઈતિહાસ પીછો નથી છોડતો

પોતાના અતીતમાંથી બહાર આવીને કોઈ સાથે ફરી સબંધ કાયમ કરવો સહેલું નથી. એ પણ ત્યારે જ્યારે પોતની મરજી વિરુદ્ધ બ્રેકઅપ થયુ હોય. પરંતુ નવા રિલેશનશીપમાં આવ્યાના લાંબા સમય બાદ પણ અતીતમાંથી બહાર નથી આવી રહ્યા તો આવા સબંધોનો કોઈ મતલબ નથી. આવા સબંધો ક્યારેય પણ તૂટી જાય છે.

પેરેન્ટ્સને મળાવવાની વાતને ટાળતા રહેવું

વર્ષોથી સબંધો છે. બંને એક-બીજા માટે સિરિયસ છે. લગ્ન કરવાનો નિર્ણય પણ કર્યો છે. તેમ છતાં પાર્ટનર એક જ વાત કરે કે રોકાઈ જા હજી પેરેન્ટ્સને મળવા માટેનો સમય આવ્યો નથી. તો આ વાતને હલકામાં લેશો નહી. આ એક નેગેટિવ સાઈન છે.

વારંવાર બ્રેકઅપ કરવું

નાનકડો જગડો થયો નથી કે સબંધમાં બ્રેક માંગે, એવું એક કે બે વાર નહી પરંતુ મહિનામાં ઓછામાં ઓછું 2-3 વાર થતુ હોય. તે ચોખ્ખુ દર્શાવે છેકે, પાર્ટનર સબંધને પુરો કરવા માટે અને દુર ભાગવા માટે વારંવાર ચાન્સ માંગે છે. જો એવું થતું હોય તો તમે પોતે જ સબંધ વિશે ઉંડાણપૂર્ક વિચાર કરો અને એક નિર્ણય લો.

પર્સનલ સ્પેસની માંગ કરે

એક સબંધમાં આવ્યા બાદ કપલ્સની પર્સનલ લાઈફ ખતમ થવી જોઈએ નહી. પાર્ટનર સિવાય પોતાને સમય આપવો એ સારી વાત છે, પરંતુ જ્યારે પાર્ટનરને જરૂર હોય ત્યારે પણ વારંવાર પર્સનલ સ્પેસનો હવાલો આપીને દૂરી બનાવી રાખે તો આ સબંધ ખોખલો થઈ ગયો છે.

READ ALSO

Related posts

કોંગ્રેસે કર્યો કટાક્ષ ! મોદી સરકારમાં નિકળી 69 લાખ ભરતી, પગારમાં મળશે ‘અચ્છે દિન’

Pravin Makwana

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

JK: અબ્દુલા, ઉમર અને મહેબૂબા ટૂંક સમયમાં બહાર આવી શકે છે, રક્ષાપ્રધાને આપ્યા સંકેત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!