GSTV

ઑફિસ માટે 5 મિનિટમાં આ રીતે કરો મેકઅપ, આ ટિપ્સની મદદથી દેખાઓ ખૂબસુરત

ઑફિસ જતી મહિલાને એક જ સમયે અનેક કામ કરવા પડે છે. તેમણે પોતાનું જીવન એ રીતે બેલેન્સ કરવુ પડે છે જેથી તમામ કામો સમયે પતી જાય. પછી તે ઘરનું કામ હોય કે અન્ય જવાબદારીઓ. આ વચ્ચે તેમને મેકઅપ માટે વધુ સમય નથી મળતો. તે ખૂબ જ મહત્વનું છે કે આ બિઝી શિડ્યુલ વચ્ચે તમે પણ આકર્ષક અને ખૂબસુરત લાગો. અમે તમને એવી ટિપ્સ જણાવી રહ્યાં છીએ જેની મદદથી તમે ફક્ત 5 મિનિટમાં ઑફિસ માટે તૈયાર થઇ શકો છો…

ફાઉન્ડેશન

તમારી સ્કિનને અનુરૂપ ચહેરા પર પહેલાં થોડું ફાઉન્ડેશન એપ્લાય કરો. જે તમારા મેક-અપને તાજો અને લાંબો સમય ટકાવી રાખશે. ઓફિસમાં કે ફિલ્ડમાં તમે જ્યાં  પણ કામ કરતાં હોવ ત્યાં સુંદર અને સુઘડ દેખાવું જરૂરી છે.

કોમ્પેક્ટ

ફાઉન્ડેશન વાપર્યા બાદ તમારા ફેસ પર તમારા સ્કિનટોનને મેચ કરે તેવો કોમ્પેક્ટ લગાવો. જોકે હાલમાં તો એવું નથી રહ્યું કે તમારા સ્કિન ટોનનો જ કોમ્પેક્ટ તમે વાપરી શકો પણ જો તમારી સ્કિન ફેર હોય તો તમારે આ ખાસ ધ્યાન રાખવું પડશે. બસ ટચ-અપ કરો અને થઈ જાઓ રેડી.

વ્હાઈટ ટોન

માર્કેટમાં વ્હાઈટ ટોન પાઉડર પણ મળે છે. જો ફાઉન્ડેશન કે કોમ્પેક્ટ અવેલેબલ ના હોય તો આ ટોનર તમને સરસ આભા આપશે.

લિપ ગ્લોસ

તમારા પર્સમાં લિપસ્ટિકની જગ્યા ના હોય તો કંઈ નહીં પણ તમારી મનપસંદ ફલેવર અને કલરનું લિપગ્લોસ હંમેશાં તમારી જોડે રાખો. જે તમને સોબર અને ઓફિશિયલ લુક આપશે.

કાજલ

સ્ત્રીનાં નયનોમાં જો કાજળ ના હોય તો આંખો સૂની સૂની લાગે છે, માટે આંખમાં હંમેશાં કાજળ આંજો. હાલમાં તો કાજલ પેન્સિલ સ્વરૂપે મળે જ છે. જે ફેલાશે પણ નહીં અને તમારી આંખોને સરસ પણ લાગશે.

આઈલાઈનર

આંખો પર હંમેશાં આઈલાઈનર જરૂર કરો જે તમને એકદમ ફ્રેશ લુક આપશે. હા, પણ ધ્યાન રાખજો કે તે પાતળી હોય.

મસ્કરા

વોટર કલરની મસ્કરા આપની પલકોને ઓર ઉઠાવ આપશે. ઘણીવાર મોડે સુધી કોમ્પ્યુટર સામે બેસી રહેવાથી આંખો પર ભાર લાગે છે. તો તેને દૂર કરવાનો સરળ માર્ગ એટલે આંખોનો શણગાર.

ડીઓ

પર્સમાં હંમેશાં એક ડીઓ રાખો. જે તમને તાજગીનો અનુભવ કરાવશે.

ડ્રેસિંગ

ડ્રેસિંગમાં તમારા કમફર્ટનું સૌથી વધારે ધ્યાન રાખો. જીન્સ, લેગીન્સ કે કુર્તી અને ટીશર્ટ, શર્ટ કે સલવાર કમીઝ વધુ શોભશે અને આરામદાયક પણ રહેશે.

એસેસરીઝ

હાથમાં ટ્રેન્ડી બ્રેસલેટ અને વોચ તમને સ્ટાઇલિશ બનાવશે. બીજી એસેસરીઝ પહેરવાનું ટાળો.

હેર સ્ટાઈલ

વાળને સાવ ખુલ્લા રાખવા કરતાં હાફ પોની અથવા પીનઅપ કરો.

આખરે ઓફિસમાં તમારે ઘર જેટલો જ સમય ગાળવાનો છે. એટલે લાંબો સમય ચાલે તેવો મેક-અપ અને આરામદાયક આઉટફિટ પર પસંદગી ઉતારો. દિવસમાં બેવાર ટચઅપ જરૂર કરો.

Read Also

Related posts

ક્વોરન્ટાઈન સેન્ટરમાંથી 35 લોકો ફરાર થઈ ગયા, 6 લોકો પાછા પણ ફર્યા અને…

Arohi

VIDEO : ટીકટોક પર પ્રતિબંધ બાદ પોલીસ લોકડાઉનમાં ખીલી, સુરતના પીએસઆઈ પણ આવ્યા લાઈનમાં

Nilesh Jethva

ગામમાં એન્ટ્રી ન મળી તો આ કારણે નાવડી પર જ વૃદ્ધે પોતાનાને કર્યો ક્વોરન્ટાઈન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!