GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

યુ.કે.ના ઓક્સફોર્ડશાયરના બ્લેનહેમ પેલેસની આર્ટ ગેલેરીમાં ચોરોએ ‘અમેરિકા’ નામનું 18 કેરેટનું સોનું અને 5 મિલિયન ડોલરની કિંમત ધરાવતા ટોઇલેટની ચોરી કરી છે.

થેમ્સ વેલી પોલીસે શનિવારે અહેવાલ આપ્યો હતો કે ઇટાલિયન કલાકાર મૌરીઝિઓ કટાલને આ શૌચાલયને તેની આર્ટ ગેલેરીમાં રાખ્યો હતો. લંડનથી લગભગ 90 કિમી પશ્ચિમમાં આ મહેલ બે દિવસ પહેલા લોકો માટે ખુલ્લો મૂકાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, તેઓને સોમવારે સવારે 4 વાગ્યે 57 મિનીટે શૌચાલયની ચોરીની બાતમી મળી હતી. બ્લેનહેમ પેલેસની ઇમારતને પણ નુકસાન થયું હતું. તપાસ અધિકારીએ જણાવ્યું કે એવું લાગે છે કે ચોરોએ શૌચાલય ચોરી કરવા માટે બે વાહનોનો ઉપયોગ કર્યો હશે. આ કેસમાં 66 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકા તરીકે પ્રખ્યાત હતો

‘અમેરિકા’ તરીકે ઓળખાતા આ શૌચાલયને સૌ પ્રથમ 2016મા ન્યૂયોર્ક સિટીના ગગેનહામમાં બતાવવામાં આવ્યું હતું. 2017મા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં આ શૌચાલયનો ઉપયોગ કરવાની ઓફર કરવામાં આવી હતી. જો કે ટ્રમ્પે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

ત્યારબાદ આ શૌચાલયને બ્લેનહેમ પેલેસમાં રાખવામાં આવ્યું હતું. આ મહેલમાં જ બ્રિટીશ પૂર્વ વડા પ્રધાન વિંસ્ટન ચર્ચિલનો જન્મ થયો હતો.

READ ALSO

Related posts

ચંદ્રગ્રહણ ઉપર બની રહ્યો છે ગજ કેસરી યોગ, આ પાંચ રાશીના જાતકોના આવશે સારા દિવસો

Mansi Patel

સંસદીય સમિતિઓની બેઠકો માટે ગાઈડલાઈન થઈ જાહેર, આટલા પ્રતિબંધો સાથે મળી શકે છે બેઠક

Pravin Makwana

બેનાફ્શાના સુપર બોલ્ડ ફોટોઝ તમને દંગ કરી મૂકશે : એકદમ છે સ્ટનિંગ, ધબકારો ચૂકી જશો એવી છે તસવીરો

Karan
Do NOT follow this link or you will be banned from the site!