જો તમારું પણ ફેસબુક એકાઉન્ટ છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. વાત એ છે કે સાયબર રિસર્ચર્સે કહ્યું છે કે મોટી સંખ્યામાં ફેસબુક એકાઉન્ટ્સ જોખમમાં છે. હેકર્સ તેમના પૈસાની ચોરી કરવા માટે તેમને ફિશિંગ સ્કેમ દ્વારા નિશાન બનાવી રહ્યા છે. આ સંશોધકો કહે છે મોટા મુકામે ફિશિંગ સ્કેમર દુનિયાભરમાં લાખો યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવે છે.
સંશોધકોએ ચેતવણી આપી છે કે ફેસબુક ફિશિંગ કૌભાંડો મોબાઈલ ઉપકરણો પર Facebook મેસેન્જર દ્વારા ઝડપથી ફેલાઈ રહ્યાં છે. આશ્ચર્યજનક રીતે, હાલમાં જ શોધવામાં આવેલા ફિશિંગ અટેકને લગભગ એક વર્ષથી વધારે સમય થઈ ગયો છે. આ વાતનો PIXMના નિક એસ્કોલી (Nick Ascoli)એ પર્દાફાશ કર્યો છે. PIXM એ ફિશિંગ વિરોધી બ્રાઉઝર એક્સ્ટેંશન છે. ટેક ન્યૂઝ વેબસાઈટ હેલ્પનેટ સિક્યોરિટીએ એક વીડિયોમાં ફિશિંગ એટેક કેમ્પેઈન વિશે જણાવ્યું છે.

લાખો લોકો આ વેબસાઈટ જોઈ રહ્યા છે
એસ્કોલીની ટીમે ખુલાસો કર્યો હતો કે કેટલીક માસ્કરેડિંગ(Masquerading) વેબસાઇટ્સ સત્તાવાર ફેસબુક લોગિન પેજ તરીકે રજૂ કરી રહી છે. PIXMના એસ્કોલીએ વીડિયોમાં કહ્યું કે વધુ ખતરનાક બાબત એ છે કે લાખો લોકો આવી દરેક વેબસાઈટ જોઈ રહ્યા છે. આ વેબસાઇટ્સનો ઉદ્દેશ્ય લોકોને તેના ફેસબુક ક્રેડેંશિયલ્સને ચોરવા માટે છેતરવાનો છે. દૂષિત વેબસાઈટ્સની આ લિંક મેસેન્જર દ્વારા વ્યાપક રૂપે શેર કરવામાં આવી રહી છે. તેમણે આગળ કહ્યુ કે, આ ઓનલાઈન છેતરપિંડી દ્વારા ફેસબુક ક્રેડેંશિયલ્સ હાસિલ કરી લેવામાં આવ્યુ, તો તે સરળતાથી તમારા ફેસબુક એકાઉન્ટમાં લોગ ઈન કરી શકે છે. આ આપમેળે પમ થઈ શકે છે.
હુમલાખોરો પાસે પૈસાની ચોરી કરવા માટે ઘણી કપટી રીતો હોય છે
સાયબર સંશોધકે ખુલાસો કર્યો કે હુમલાખોરોએ તેને વધુ વાસ્તવિક બનાવવા માટે લિંકમાં તેમના ટાર્ગેટ લોકોના નામ મૂકવાની રીત પણ શોધી કાઢી છે. આ Facebook લોગઈન બેંકિંગ માહિતી ધરાવતાં ખાતાઓ તરફ દોરી શકે છે, જેમ કે શોપિંગ વેબસાઇટ, જ્યાં લોકો સામાન્ય રીતે વેબસાઇટના પોર્ટલમાં લૉગ ઇન કરવા માટે Facebookનો ઉપયોગ કરે છે. જો કે, ઓનલાઈન હુમલાખોરો કે જેઓ આ ફેસબુક સ્કેમ ઝુંબેશ ચલાવી રહ્યા છે તેમની પાસે પૈસાની ચોરી કરવા માટે કપટી રીતો છે.
ધારો કે એકવાર કોઈએ નકલી વેબસાઈટમાં તેમની Facebook વિગતો દાખલ કરી છે, તો તેઓને જાહેરાત પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે હેકર્સ આ નકલી લોગઈન પેજ પર એક સફળ હિટ સાથે એક પીડિત પાસેથી મહિને સેંકડો ડોલર પણ કમાઈ શકે છે.

આ કૌભાંડથી કેવી રીતે બચવું
- સંશોધકોએ કહ્યું છે કે જો તમને આવા કોઈ શંકાસ્પદ ઓનલાઈન સ્કેમ મેસેજ મળે છે, તો તમારે તેના પર અથવા કોઈપણ લિંક અથવા અટેચમેન્ટ પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ.
- જો તમને લાગે કે સંદેશ અથવા વેબસાઇટમાં કંઈક ખોટું છે, તો અત્યંત સાવધાની સાથે આગળ વધો.
- અજાણ્યા પોજ પર તમારા Facebook લોગઈન ક્રેડેન્શિયલ ક્યારેય દાખલ કરશો નહીં.
- જો તમને આવી કોઈ દૂષિત વેબસાઈટ અથવા સ્કેમ જોવા મળે તો તમારે તાત્કાલિક સાયબર ક્રાઈમ સેલને જાણ કરવી જોઈએ.
READ ALSO:
- સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી
- મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો
- મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો
- મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ
- કાળો કેર/ ગુજરાતમાં 91 હજાર પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત, 24 કલાકમાં 110 પશુઓનો ઘાતક વાયરસે લીધો ભોગ