GSTV
Home » News » જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોની સામુહિક આત્મહત્યા

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોની સામુહિક આત્મહત્યા

જામનગરમાં કિશાન ચોક નજીક મોદીના ડેલા વિસ્તારમાં રહેતા અને ફરસાણનો વેપાર કરતા પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વેપારીએ તેમના પત્ની, માતા અને બે સંતાનો સાથે આર્થિક સંકડામણના કારણે સામુહિક અંતિમ પગલું ભરી લીધાનું અનુમાન છે.

મૃતક વેપારીના બે બહેનો કચ્છ તેમજ નડીયાદ વિસ્તારમાં રહેતા હોવાથી તેઓ રાત્રિ દરમ્યાન જામનગર આવી પહોંચશે. ત્યાર પછી આવતીકાલે સમસ્ત કંદોઈ વાણીયા જ્ઞાતિ દ્વારા પાંચેયની અંતિમવિધિ કરવામાં આવશે.

જામનગરના કિશાન ચોક નજીક મોદીના ડેલા વિસ્તારમાં શિવમ બંગલો સ્થિત બ્લોક નં. ૮માં મોર ભુવન નામના ટેનામેન્ટમાં રહેતા અને ફરસાણનો વેપાર કરતા દિપકભાઈ પન્નાલાલ સાકરીયા (ઉ.વ. ૪૨)એ ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘેર કોઈ અકળ કારણોસર મોનોકોટો તેમજ સાઈફર મેથીન નામની જુદી જુદી જંતુનાશક દવાની બે શીશીઓ લાવી એક વાસણમાં અન્ય કોઈ પ્રવાહી સાથે ભેળવી પી લીધી હતી.

ઉપરાંત તેમના પત્નિ આરતીબેન (ઉ.વ. ૪૦), વૃદ્ધ માતા જયાબેન પન્નાલાલ સાકરીયા (ઉ.વ. ૮૦), ૧૦ વર્ષની માસુમ પુત્રી કુમકુમ અને પાંચ વર્ષનો પુત્ર હેમંત પણ મોડી રાત્રી દરમ્યાન ઝેરી દવા પી લઈ સૂઈ ગયા હતા. જે તેઓની અંતિમ રાત્રિ બની હતી અને ફરી ઉઠ્યા નહીં. પાંચેય પરિવારજનોએ એક સાથે અનંતની વાટ પકડી લીધી હતી.

આ સમગ્ર બનાવે જામનગર શહેર જિલ્લા સહિત સમગ્ર હાલાર ભરમાં હાહાકાર મચાવી દીધો છે. ઘટના સ્થળે દોડી ગયેલી પોલીસ ટુકડીએ મૃતક દિપકભાઈના માસીયાઈ ભાઈ જામનગરના આણદાબાવા ચકલા પાસે પાઠક ફળીમાં રહેતા અશ્વિનભાઈ ગુલાબચંદભાઈ રાણપરિયા (ઉ.વ. ૫૪)નું નિવેદન નોંધ્યું હતું.

જેમાં તેઓએ નોંધાવ્યું હતું કે મૃતક દિપકભાઈ છુટક ફરસાણનો ધંધો કરતા હતા. જે ધંધો બરાબર ચાલતો ન હતો. જેના કારણે ખુબ પરેશાન અને ચિંતામાં રહેતા હતા. ઉપરાંત દિપકભાઈના વયોવૃદ્ધ માતા જયાબેન કે જેઓ પણ ખુબ જ બિમાર રહેતા હોવાથી તેઓની આંતરડા સહિતની બિમારીની દવાઓ પ્રતિમાસ બાર હજારથી પણ વધુ ખર્ચ થઈ જતો હતો. જેના કારણે તેઓ ખુબ આર્થિક સંકળામણ ભોગવતા હતા.

ઉપરાંત તેઓએ બેંકમાંથી લોન લઈને છ વર્ષ પહેલા મોર ભુવન નામનું મકાન ખરીદ કર્યું હતું. જે લોનના હપ્તા પણ ચડત થઈ ગયા હતા. જે આર્થિક ભીંસના કારણે સામુહિક આત્મહત્યા કરવાનું વિચાર્યું હશે તેવું જાહેર કર્યું હતું.

આ ઘટના પછી સીટી એ ડીવી. પોલીસ દ્વારા પાંચેય મૃતદેહોનો કબ્જો સંભાળી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડયા હતા. જ્યાં પાંચેયના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરી લેવાયું હતું. જેમાં પાંચેયના ઝેરી પ્રવાહી પી લેવાના કારણે મૃત્યુ નિપજ્યા હોવાના પ્રાથમિક તારણો આપ્યા હતા. ત્યાર પછી પોલીસ દ્વારા પાંચેયના મૃતદેહોને જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૃમમાં રાખી દેવાયા હતા. મૃતકના કુટુંબીજનો બહારગામથી આવી જાય ત્યાર પછી અંતિમ વિધી કરવામાં આવશે.

બેન્ક અધિકારીઓ ઉઘરાણી માટે આવતા દબાણ વધ્યું હતું

જામનગરમાં કંદોઈ વણિક પરિવારના સામુહિક આત્મહત્યાના પ્રકરણમાં આર્થિક સંકળામણ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને મોર ભુવન નામનું નવું મકાન ખરીદ કર્યું હતું. તેના માટે બેન્કમાંથી લોન મેળવી હતી, પરંતુ તે લોનના હપ્તા ભરી શક્યા ન હોવાથી હપ્તા ચડી ગયા હતા. જેથી બેન્ક અધિકારીઓ દ્વારા પૈસા ભરવા દબાણ કરાતું હતું. ગઈકાલે બેન્કના અધિકારી અથવા કોઈ કર્મચારીની ટીમ પૈસાની ઉઘરાણી માટે ઘેર આવી હોવાનું અન્ય લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે.

જેનું દબાણ વધી જતાં આખરે પરિવારજનોએ સામુહિક રીતે આત્મહત્યાનો રાહ અપનાવી લીધો હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. પોલીસે સમગ્ર બનાવની તપાસ હાથ ધરી બેન્ક વિશેની વિગતો એકઠી કરવાની કાર્યવાહી શરૃ કરી છે. વૃદ્ધ માતાના પણ જુદી જુદી બે ખાનગી હોસ્પિટલોમાં ચાલતી સારવાર અંગેની દવાના કેટલાક કાગળો પણ મળી આવ્યા છે. જે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

કંદોઈ વણિક જ્ઞાતિ દ્વારા આજે પાંચેયના અંતિમ સંસ્કાર

જામનગરમાં કંદોઈ વણિક જ્ઞાતિના ફરસાણના વેપારી દિપકભાઈ શાકરીયાએ પોતાના વૃદ્ધ માતા, પત્નિ અને બે બાળકો સાથે આર્થિક સંકળામણના કારણે સામૂહિક રીતે આત્મહત્યા કરી લેતા હાલમાં પાંચેયની અંતિમવિધી કરવા માટે તેમના એક માત્ર વૃદ્ધ પિતા જ બાકી રહ્યા છે. જેઓની હાલત પણ એકદમ ખરાબ થઈ જતા જામનગરની કંદોઈ વણિક જ્ઞાતિ દ્વારા આવતીકાલે સામૂહિક રીતે અંતિમ યાત્રા કાઢવા તથા અંતિમ સંસ્કાર વિધી કરવા માટેની વ્યવસ્થા ગોઠવાઈ છે.

મૃતકના બહારગામ રહેતા બે બહેનો જામનગર આવી જાય ત્યાર પછી અન્ય કુટુંબીજનો વગેરેની ઉપસ્થિતીમાં અંતિમ વિધી કરવામાં આવશે. પંચેશ્વર ટાવર નજીક ભાટની આંબલી પાસે આવેલી કંદોઈ વણિક વાડી ખાતેથી સવારે ૧૦.૦૦ વાગ્યે અંતિમયાત્રા નિકળશે.

મૃતક વેપારીના બહેન મૂર્છીત થઈ જતા હોસ્પિટલમાં ખસેડાયા

મૃતકના એક બહેન વિણાબેન રાણપરીયા કે જેઓ જામનગરમાં જ પરણેલા છે અને અહીં વસવાટ કરે છે, તેઓએ આ સમાચાર સાંભળતાની સાથે જ મૂર્છીત થઈ ગયા હતા. જેથી તેઓને તાત્કાલીક ૧૦૮ મારફતે જી.જી. હોસ્પીટમાં ખસેડવામાં આવ્યા હતા.

Related posts

સીસીટીવીમાં જોવા મળેલો દિપડો ઠાર મરાયો, વન વિભાગે લીધો રાહતનો શ્વાસ

Nilesh Jethva

ગભરાશો નહીં અમે છીએ, ચપટીમાં ગુનાઓ ઉકેલતી આ એજન્સીના હાથમાં છે માત્ર જશની લકીર

Karan

દીપડાની ત્રાડનો અવાજ વિધાનસભા ગૃહમાં પણ સંભળાયો, આ ધારાસભ્યએ આપી આંદોલનની ચીમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!