GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

આ મોબાઈલ એપ પર ફક્ત 5 મિનીટમા જ મળી જશે 5 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી

કોરોનાવાયરસ રોગચાળાને કારણે લોકોને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ કોરોના સમયગાળામાં, ઘણા લોકોએ નોકરીઓ ગુમાવી દીધી હતી અને ઘણા લોકોના પગારમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ખરેખર નાણાં સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ સંકટની ઘડીમાં એક સારા સમાચાર બહાર આવ્યા છે. જેથી લોકોને પૈસાની પરેશાનીઓથી થોડી રાહત મળશે.

મોબાઈલથી માત્ર 5 મિનિટમાં જ મળશે 5 લાખ રૂપિયાની લોન

જી હા, હવે તમે મોબાઇલ એપ્લિકેશન દ્વારા માત્ર 5 મિનિટમાં 5 લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત લોન લઈ શકો છો. નવીએ તેના ગ્રાહકોને તાત્કાલિક વ્યક્તિગત લોન આપવા માટે તેની નવી લેંડિંગ એપ્લિકેશનને સત્તાવાર રીતે લોંચ કરવાની જાહેરાત કરી છે. જણાવી દઈએકે, આ એપ્લિકેશન મધ્યમ આવકના ભારતીયોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે, જે સરળતાથી સ્માર્ટફોન અને તકનીકનો ઉપયોગ કરે છે. નવી એપ્લિકેશનના ગ્રાહકો સંપૂર્ણ ડિજિટલ અને કોન્ટેક્ટલેસ પ્રક્રિયા દ્વારા 36 મહિના સુધીની અવધિ માટે 5 લાખ રૂપિયા સુધીની ત્વરિત લોન લઈ શકે છે.

સેલેરી સ્લિપ  વગર જ મળશે 5 લાખ રૂપિયાની લોન

  • નવી લેન્ડિંગ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉલોડ માટે ઉપલબ્ધ છે.
  • તો તમે તેને સરળતાથી પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો.
  • તેના દ્વારા ફક્ત થોડીક જ મિનિટોમાં તમારા બેંક એકાઉન્ટમાં લોનની રકમ પ્રાપ્ત કરવા માટે ગ્રાહર તેની ઉપર પોતાના પાત્રતાની તપાસ કરી શકે છે.
  • લોન અને EMIની રકમનું ચયન કરી શકે છે. અને પોતાના પૅન અને આધાર નંબર નોંધાવી શકે છે.
  • સારૂ વાત તો એ છેકે, આ પ્રક્રિયા પુરી રીતે કાગળરહિત છે.
  • લોન લેવા માટે  પે સ્લિપ અને બેંકનાં કોઈ પણ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી.

5 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં આવશે તમારા ખાતામાં પૈસા

આ માટે એપ એપ્રિલમાં બીટા મોડમાં લોન્ચ કરવામાં આવી હતી. લોકડાઉન દરમિયાન મોટાભાગના લોકો બહાર નીકળી શક્યા ન હતા અથવા બહાર જવા માંગતા ન હતા અને બેંકો ફક્ત મૂળભૂત સેવાઓ પૂરી પાડતી હતી. એવામાં, તબીબી / કુટુંબની કટોકટી, શૈક્ષણિક ફી અથવા અન્ય તાત્કાલિક કારણોસર જે ગ્રાહકોને લોનની જરૂરિયાત હતી. તેઓ એપ્લિકેશન આધારિત લોન્સ તરફ વળ્યા. તે કોઈપણ મુશ્કેલી વિના, ઓનલાઇન તરત જ કાર્ય કરે છે. આ તબક્કા દરમિયાન નવીની મોટાભાગની લોન 10 મિનિટથી ઓછા સમયમાં ગ્રાહકોના બેંક ખાતાઓમાં પહોંચી ગઈ હતી, જ્યારે કેટલાક ગ્રાહકોએ એપ ઇન્સ્ટોલ કર્યા પછી 5 મિનિટથી ઓછા સમયમાં લોન મેળવી હતી. નવી એપ્લિકેશન હવે બીટા મોડની બહાર છે અને તેને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે.

આ શહેરોમાં મળ્યો જબરદસ્ત રિસ્પોન્સ

નવી ના સીઇઓ સમિત શેટ્ટી કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં વધુને વધુ લોકો ફાઈનાન્સિયલ સર્વિસ સહિતની પોતાની તમામ જરૂરિયાતો માટે ઓનલાઈન માધ્યમો અને એપ્સને પસંદ કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને નવી લેંડિંગ એપ્લિકેશનને તેના બીટા તબક્કા દરમિયાન ટિયર 1, 2 અને 3 શહેરો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આ પ્રતિસાદથી અમને ટૂંકા સમયમાં એપ્લિકેશનને સત્તાવાર રીતે લોંચ કરવાની આવશ્યક સમજ અને આત્મવિશ્વાસ મળ્યો. નવીનું ટેકનોલોજી પ્લેટફોર્મ મોટા પાયે સેવાઓ પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યું છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને મશીન લર્નિંગ (એમએલ) ને લાભ આપવા પર ભાર મૂકે છે, જેથી અમે અમારા ગ્રાહકો માટે રજૂ કરવાનાં વિકલ્પો અને તેના અનુભવોને સતત સારી બનાવી શકે છે. હવે અમે ભારતના 150 શહેરોમાં એપ્લિકેશનનો અવકાશ વિસ્તૃત કરી રહ્યા છીએ.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!