રાજ્યમાં ગોજારો રવિવાર, આટકોટના જંગવાડ નજીક અકસ્માતમાં 5ના મોત

રાજકોટ જિલ્લાના જસદણમાં આટકોટના જંગવાડ પાસે કાર પલટી જતાં પાંચના મોત થયાં હતા. જ્યારે બે લોકો ઘાયલ થયાં હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. કારમાં સવાર સાત લોકોમાંથી બે સગા ભાઈ સહિત ચારના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. વડોદરામાં વાઘોડિયા તાલુકાના પાદરીયા ગામ પાસે હીટ એન્ડ રનની ઘટનામાં બે વ્યક્તિના મોત થયાં હતાં. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠાના અમીરગઢ પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલીક સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. તો ડીસા પાલનપુર હાઈ-વે પર ટેન્કર અને કારનો વચ્ચે અકસ્માતમાં મહિલા ઘાયલ થઇ હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ડીસાના ખાનગી દવાખાને ખસેડવામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter