GSTV

બાણાવાળી / યુરોપના આધુનિક દેશમાં હત્યારાએ તીર ચલાવ્યાં, પાંચનો જીવ લીધો : મશીનગનના યુગમાં તીર-કામઠાના ઉપયોગનો અજબ કિસ્સો

Last Updated on October 14, 2021 by Zainul Ansari

યુરોપના આધુનિક દેશ નોર્વેમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજધાની ઓસ્લો નજીક મંગળવારે રાત્રે એ સમયે અફરાતફરી જોવા મળી જ્યારે એક વ્યક્તિ તીર લઇ રસ્તા પર નિકળી ગયો અને લોકો પર હુમલો કર્યો. હુમલામાં 5 લોકો મૃત્યુ પામ્યા જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. નોર્વે પોલીસે જણાવ્યું કે સંદિગ્ધ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.

હુમલાખોરની ધરપકડ

કોંગ્સબર્ગ શહેરના પોલીસ પ્રમુખ ઓયવિંદ આસે જણાવ્યું હતું કે જે વ્યક્તિએએ લોકો પર હુમલો કર્યો હતો તેની પોલીસે ધરપકડ કરી છે. હાલ અન્ય આરોપીઓની શોધખોળ નથી કરવામાં આવી રહી.

ઘટના નોર્વેના સ્થાનિક સમય મુજબ 13 ઓક્ટોબરે સાંજે અંદાજે 6.30 વાગ્યાની છે. જ્યા આ હુમલો થયો, એ જગ્યા ઓસ્લોથી અંદાજે 60 કિલોમીટર દૂર સ્થિત છે. પોલીસ મુજબ સંદિગ્ધ હુમલાખોર પગપાળા શહેરમાં નિકળ્યો અને તીરથી હુમલો કરવા લાગ્યો. હુમલાખોરની પોલીસે ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ પર પણ તીર ચાલલાનું વ્યક્તિએ શરૂ કર્યું હતુ

પોલીસ ચીફ મુજબ હુમલાખોરે સૌથી પહેલા શહેરના એક વ્યસ્ત ચાર રસ્તા પરના લોકોને નિશાન બનાવ્યા. તેના પછી તે નજીકના વિસ્તાર તરફથી નાસી ગયો. પોલીસે તેનો પીછો કર્યો. આરોપીનો પીછો કરવા માટે પોલીસે હેલિકોપ્ટર અને બોમ્બ સ્ક્વોડની પણ મદદ લીધી હતી. હુમલાખોરને ઘટનાસ્થળેથી 25 કિલોમીટર દૂર ડ્રેમન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. આ દરમિયાન તેણે પોલીસ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો.

Read Also

Related posts

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah

BIG BREAKING: મોટી દુર્ઘટના/ લખીમપુર, જશપુર અને હવે ભોપાલ, દુર્ગા વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર ચડાવી દીધી કાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!