ભાવનગરમાં 5 દિવસમાં 5 હત્યા, જાણો તમામ ઘટના વિશે

ભાવનગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં પાંચ લોકોની હત્યા થઇ ચુકી છે. વલ્લભીપુરમાં થયેલ ડબલ મર્ડર બાદ એક પછી એક ઘટનાઓ બની રહી છે. ત્યારે આજે ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. યુપીથી મજૂરી કરવા આવેલ એક મજુરને ગઈકાલે રાતના કેટલાક શખ્સોએ ઢોર માર મારતા આજે સવારે તેનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાના પગલે મજૂરોમાં ભયનો માહોલ છવાયો છે. મૃતક મજૂર ચિત્રા જીઆઇડીસીમાં ચામુંડા રોલિંગ મિલમાં કામ કરતો હતો. ઉતર પ્રદેશના વતની ૩૩ વર્ષીય પપ્પુ દુલારે નામના યુવકને લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ ઢોર માર માર્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter