GSTV

આને કહેવાય નોકરી/ 5 જૉબ્સ જેમાં આરામથી સુવાની મળે છે સેલરી, મહિને લાખો રૂપિયા આપે છે આ કંપનીઓ

નોકરી

Last Updated on October 20, 2021 by Bansari

સૌકોઇ ઇચ્છે છે કે એક આરામની નોકરી હોય અને દર મહિને એકાઉન્ટમાં 6 ડિજિટ વાળી ભારે ભરખમ સેલરી જમા થઇ જાય. જો અમે તમને કહીએ કે એક એવી કંપની છે કે તમને આરામ કરવાના બદલે સેલરી આપશે તો શું તમને વિશ્વાસ થશે? જી હા, બ્રિટનની લક્ઝરી બેડ કંપની ક્રાફ્ટેડ બેડ્સ (Crafted Beds) બેડ પર સુવાની નોકરી આપી રહી છે જેના બદલે નોકરી મેળવનારને 25 લાખ રૂપિયા સેલરી આપવામાં આવશે.

બેડ એન્ડ મેટ્રેસ ટેસ્ટર

નોકરી

આ નોકરી કરનાર શખ્સે દરરોજ દિવસના 6થી 7 કલાક બેડ પર જ પસાર કરવા પડશે. ક્રાફ્ટેડ બેડ્સ તરફથી મેટ્રેસ ટેસ્ટરની નિયુક્તિ કરવામાં આવી રહી છે, જેનું કામ બેડ પર સુવાનુ અને તેના વિશે રિવ્યુ આપવાનું છે. ચાલો આગળ તમને જણાવીએ કે આ સિવાય બીજી કઇ જૉબ્સ છે જેમાં તમને બેડ પર પડ્યા રહેવાની ભારે ભરખમ સેલરી મળી શકે છે.

સ્લિપ રિસર્ચ સબ્જેક્ટ

દુનિયાભરમાં એવી ઘણી હોસ્પિટલ, ક્લીનિક, યુનિવર્સિટી અને રિસર્ચ સેન્ટર હોય છે જે ક્લિનીકલ ટ્રાયલમાં સામેલ થવાની જોબ આપે છે. પાર્ટિસિપેંટ્સને બેડ પર સુવાની સેલરી આપવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર આ કામ માટે કંરનીઓ 100 ડોલરથી 3000 ડોલર એટલે કે 7500થી લઇને અઢી લાખ રૂપિયા સુધી આપે છે.

સ્લીપ એક્ઝીક્યૂટિવ

ઇન્ટીરિયર સ્પેશિયાલિસ્ટ કંપનીઓ નિયમિત રૂપે સ્લીપ એક્ઝિક્યુટિવની હાયરિંગ કરે છે જેથી તે જાણી શકાય કે કોઇ વ્યક્તિની ઉંઘ માટે તેમના પડદા અને શટર કેટલા પ્રભાવી છે. આ કામ માટે કેંડિડેટને 10500 રૂપિયા પ્રતિ દિવસની સેલરી મળી શકે છે.

એનવાયરમેંટ સ્ટડી ટેસ્ટર

માથા

આ જૉબની પોસ્ટની શરૂઆત એક રિસર્ચ માટે થઇ હતી જેના દ્વારા તે જાણવાનો હેતુ હતો કે અલગ અલગ એનવાયરમેંટ ઉંઘને કેવી રીતે પ્રભાવિત કરે છે. તેના માટે દર મહિને એવરેજ સેલરી અઢી લાખ રૂપિયા સુધી ઓફર કરવામાં આવે છે.

સ્લીપ ટેસ્ટર

તેને તમે દુનિયાની સૌથી આરામદાયક નોકરી કહી શકો છો. એક રિપોર્ટ અનુસાર ચીની ફર્મ નાઓ બેજિને (Nao Baijin) અરજદારોને પ્રોફેશનલ સ્લીપર બનવા માટે વાર્ષિક 15 લાખ રૂપિયા ઓફર કર્યા.

Read Also

Related posts

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari

મહત્વના સમાચાર / ઓમિક્રોન વેરિયન્ટને લઈને કેન્દ્ર સરકાર બની સતર્ક, નજીકના ભવિષ્યમાં થશે વેક્સિનને લઈને નવી પોલિસી લાગુ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!