GSTV

આ 5 ભારતીય ખેલાડીઓને ઇન્ગ્લેન્ડ ટૂરમાં સાબિત કરવી પડશે પોતાની કાબિલિયત, નહીંતર ટેસ્ટને કહેવુ પડશે બાય-બાય

Last Updated on May 13, 2021 by Bansari

ભારતીય ટેસ્ટ ટીમ જૂન મહિનામાં ઇંગ્લેન્ડના પ્રવાસે જશે, જ્યા તે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ સાઉથેમ્પટનમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ રમશે. ત્યારબાદ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરીઝ રમાશે. આ ટૂર ઘણા પ્લેયર માટે કરો યા મરોની જેમ હશે. ચાલો નજર કરીએ એ 5 ભારતીય ક્રિકેટર્સ પર જે આ સીરીઝમાં સારુ પ્રદર્શન નહીં કરી શક્યા, તો તેમની કારકિર્દી ખતમ થઇ શકે છે.

કેએલ રાહુલ

કેએલ રાહુલ ઓગસ્ટ 2019 પછી એક પણ ટેસ્ટ મેચ રમ્યો નથી. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામે છેલ્લી 2 ટેસ્ટ શ્રેણીમાં તેને તક મળી ન હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ આ માટે તેણે સંપૂર્ણ ફિટનેસ મેળવવી પડશે. આ પ્રકારની સ્થિતિને જોતા એ કહેવું ખોટું નથી કે સૌથી લાંબી ફોર્મેટમાં રાહુલનું સ્થાન જોખમમાં છે. જો કે, વનડે અને ટી 20 માં તે ટીમ ઈન્ડિયાનો મહત્વપૂર્ણ ખેલાડી છે.

મયંક અગ્રવાલ

મયંક અગ્રવાલે ભારતમાં અત્યાર સુધી 5 ટેસ્ટ મેચ રમી છે અને આ સમય દરમિયાન તેણે 99.5 ની સરેરાશથી 597 રન બનાવ્યા છે. પરંતુ તે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ફ્લોપ સાબિત થયો. તેણે વિદેશી ધરતી પર પોતાની કાબિલિયત બતાવવી પડશે નહીં તો શુભમન ગિલની હાજરીમાં તેને ટેસ્ટ ટીમમાંથી છૂટો કરી દેવામાં આવશે.

હનુમા વિહારી

હનુમા વિહારીને ફરી એકવાર ટેસ્ટ સ્પેશિયલિસ્ટ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા ટૂરમાં 5 ઇનિંગ્સમાં 16, 8, 21, 4 અને 23 * રન કર્યા હતા. જોકે તેણે સિડની ટેસ્ટમાં અણનમ રહેતા ટેસ્ટ મેચ ડ્રો કરાવી હતી, જેના માટે તેની ખૂબ પ્રશંસા થઈ હતી. હવે તેણે ઇંગ્લેન્ડમાં પ્રદર્શન કરવું પડશે નહીં તો સિલેક્ટર્સ વિકલ્પ શોદી લેશે.

રિદ્ધિમાન સાહા

એમ.એસ. ધોનીના ટેસ્ટમાંથી રિટાયર્મેન્ટ લીધા પછી આ ફોર્મેટ માટે રિદ્ધિમાન સાહા સિલેક્ટરોની પહેલી પસંદ હતો, પરંતુ છેલ્લી 2 ટેસ્ટ શ્રેણીમાં રિષભ પંતના શાનદાર પ્રદર્શન બાદ પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. સાહાએ ઇંગ્લેન્ડમાં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવું પડશે નહીં તો નિવૃત્તિ તેમના માટે એકમાત્ર વિકલ્પ બાકી રહેશે.

શાર્દુલ ઠાકુર

શાર્દુલ ઠાકુરે અત્યાર સુધી માત્ર બે ટેસ્ટ મેચ રમી છે. તેણે પ્રથમ ટેસ્ટ 2018માં વેસ્ટઇન્ડિઝ સામે રમી હતી. ઓસ્ટ્રેલિયા ટૂર પર તેને ચોથી ટેસ્ટમાં તક મળી, જેમાં તેણે 7 વિકેટ ઝડપી ખૂબ જ પ્રશંસા મેળવી. પરંતુ ભારતમાં રમાયેલી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ટેસ્ટમાં તેને તક ન મળી. જો તે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ રમે છે, તો તેને આ તકને અવસરમાં ફેરવવાની છે, નહીંતર તે વનડે અને ટી-20 સુધી જ સીમિત થઇ જશે.

Read Also

Related posts

ખુશખબર! પીએમ કિસાન યોજનામાં 6000ના બદલે ખાતામાં આવશે 12000 રૂપિયા, પરંતુ આ ખેડૂતોને નહીં મળે લાભ

Bansari

બરોડા ડેરી વિવાદ: પાટિલે ભાજપના જૂથો વચ્ચેનો ડખ્ખો શાંત પાડવા માટે ખેડૂતોને 27 કરોડનો એડવાંસ ભાવફેર આપવા રાજી થયાં

Pravin Makwana

અભિયાન/ 93.70 ટકા સાથે વેક્સિનેશનમાં ગુજરાતનું આ શહેર અગ્રેસર, તમામને વેક્સિન આપવાની કવાયત હાથ ધરાઇ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!