GSTV

હરિયાણામાંથી ભાજપ માટે આવી ખુશખબર, ચૌટાલાને નહીં બનવા દે કિંગમેકર

ભાજપ મહારાષ્ટ્ર અને હરિયાણામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની જોડી સત્તામાં પરત ફરી રહી છે, પરંતુ હરિયાણામાં ભાજપ માટે હજુ  કપરી સ્થિતિના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપ હરિયાણામાં બહુમતીના આંકડાથી 6 સીટો દૂર છે, અહીં ભાજપને કુલ 40 બેઠકો મળી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપને પાંચ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. ગુરુવારે મોડી સાંજે હરિયાણાના પાંચ અપક્ષ ધારાસભ્યોએ ભાજપ કારોબારી પ્રમુખ જે.પી.નડ્ડા અને હરિયાણાના ભાજપ પ્રભારી અને મહામંત્રી અનિલ જૈનને મળી હરિયાણામાં ભાજપ માટેના સમર્થન પર મહોર લગાવી હતી. આમ હવે ભાજપ પાસે કુલ 45 ધારાસભ્યો થયા છે. જો કે આ અપક્ષોના સમર્થન મેળવવા માટે જેને જવાબદારી આપવામાં આવી છે તે ગોપાલ કાંડા  હરિયાણાઓ વિવાદિત ચહેરો છે.

2012માં ગોપાલ કાંડાની એરલાઇન્સ કંપનીમાં કામ કરતી ગીતિકા શર્માએ આત્મહત્યા કરી લીધી હતી. પોતાની સ્યુસાઇડ નોટમાં ગીતિકા શર્માએ ગોપાલ કાંડાનું નામ લીધું હતું.  ગોપાલ કાંડાના ભાઈ ગોવિંદ કાંડાએ કહ્યું છે કે તેઓ ભાજપ સાથે આવી રહ્યા છે અને 6-6 ધારાસભ્યો પણ સરકારમાં જોડાઇ શકે છે.  

READ ALSO

Related posts

જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

Arohi

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

‘આ તો બિરિયાનીનો કમાલ છે…’ ઇશાંત શર્માએ માગી બૉલીંગ ટિપ્સ તો શમીએ આપ્યો જબરદસ્ત જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!