GSTV

ઉત્તરાયણના દિવસે સવારે વહેલા ઊઠી કરો આ 5 શુભ કામ, મળશે સો ઘણું પુણ્ય

આવતી કાલે 14 જાન્યુઆરી, મંગળવારે ઉત્તરાયણ છે. સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે તે તહેવારને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતમાં લોકો પતંગ ચગાવી ઉજવણી કરે છે. તો સાથે-સાથે આ દિવસે દાન ધર્મનું પણ બહુ મહત્વ છે. કહેવાય છે કે, આ દિવસે કરેલ પૂજા-પાઠ અને દાન ધર્મથી સો ગણું વધારે પુણ્ય મળે છે.

સૂર્ય થશે ઉત્તરાયણ

મકર સંક્રાંતિથી સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ થશે. સૂર્ય મકર રાશિમાં આવવાથી મલમાસ સમાપ્ત થશે. જેનાથી માંગલિક કાર્યો ફરીથી શરૂ થઈ જશે. સૂર્ય જ્યારે મકર, કુંભ, મીન, મેષ, વૃષભ અને મિથુન રાશિમાં રહે છે, ત્યારે આ ગ્રહ ઉત્તરાયણ હોય છે. સૂર્ય જ્યારે બાકીની રાશિઓ કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક અને ધન રાશિમાં રહે છે ત્યારે દક્ષિણાયન થાય છે.

સુખ- સમૃદ્ધિ માટે મકર સંક્રાંતિના દિવસે કરો આટલું

  • મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠવું અને સ્નાન કરતી વખતે બધાં જ પવિત્ર તીર્થો અને નદીઓનાં નામનો જાપ કરવો. તેનાથી ઘરે જ તીર્થ સ્નાનનું પુણ્ય મળશે.
  • સ્નાન બાદ તાંબાના લોટામાં લાલ ફૂલ અને ચોખા નાખી સૂર્યને આ જળ ચઢાવો, આ સમયે સૂર્ય મંત્ર ऊँ सूर्याय नम: નો 108 વાર જાપ કરો.
  • તુલસીને જળ ચઢાવો અને પરિક્રમા કરો.
  • કોઇ મંદિરમાં ગોળ અને કાળા તલનું દાન કરો. ભગવાનને તલ-ગોળના લાડુનો ભોગ ધરાવો અને ભક્તોમાં પ્રસાદ વહેંચો.
  • કોઇ શિવ મંદિર જાઓ અને શિવલિંગ પર કાળા તલ ચઢાવી જળ અર્પિત કરો. આ સમયે ऊँ सांब सदा शिवाय नम: મંત્રનો જાપ કરો.

Related posts

રાહતના સમાચાર / ક્યા દેશને ક્યારે અને કેટલી મળશે કોરોના વેક્સિન ? WHOએ પ્લાન કર્યો તૈયાર

Mansi Patel

જો ખોવાઈ જાય તમારું ATM કાર્ડ તો ન થતા પરેશાન, અપનાવો આ સરળ રીત

Mansi Patel

પટણામાં તેજ પ્રતાપનાં બંગલાની પાસે હોર્ડિંગમાં દેખાઈ લાલૂની લૂટ એક્સપ્રેસ, પરિવારને ફરી ગણાવ્યુ બિહાર પર ભાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!