GSTV
Gujarat Government Advertisement

ફેરફાર/ બેંકના ATMથી મહિનામાં 5 નિશુલ્ક ટ્રાન્ઝેક્શન : છઠ્ઠી વાર ઉપાડશો તો દર ઉપાડે ચૂકવવા પડશે રૂપિયા 21, બદલાયા નિયમો

atm

Last Updated on June 11, 2021 by Bansari

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિવિધ બેંકોને એટીએમ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કરવાની મંજૂરી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરૂવારે તમામ બેંકોને રોકડ અને નોન-કેશ ATM ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારવાની મંજૂરી આપી છે. આનો અર્થ એ છે કે જો તમે એક મહિનાની શરૂઆતમાં નિર્ધારિત નિશુલ્ક ATM ટ્રાન્ઝેક્શન મર્યાદા કરતા વધુ ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે અગાઉ ચૂકવવાનો ચાર્જ વધ્યો છે.

ATM

RBIના નવા આદેશો 1 જાન્યુઆરી, 2022 થી અમલમાં

અગાઉ આ ફી 20 રૂપિયા નક્કી કરવામાં આવતી હતી, જે હવે વધારીને 21 રૂપિયા કરી દેવામાં આવી છે. RBIના નવા આદેશો 1 જાન્યુઆરી, 2022 થી અમલમાં આવશે. જો કે, ગ્રાહકો તેમની બેંકના ATMથી મહિનામાં 5 નિશુલ્ક ટ્રાંઝેક્શન કરી શકશે. આ સિવાય તે મેટ્રો શહેરોમાં અન્ય બેંકના એટીએમથી 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 વખત મફત ટ્રાંઝેક્શન પણ કરી શકશે.

rbi

RBIની નવી ગાઇડલાઇન

RBIએ તેની નવી ગાઇડલાઇનમાં તમામ બેન્કોને ATM ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેંજ ફીમાં વધારો કરવાની મંજૂરી પણ આપી છે. નવા નિયમો અનુસાર, તમામ કેન્દ્રો પરના દરેક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્સન માટે હવે 15 રૂપિયાને બદલે 17 રૂપિયા ઇન્ટરચેંજ ફી તરીકે ભરવાના રહેશે. આ સાથે, નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્સન માટે 5 રૂપિયાને બદલે ચૂકવવા પડશે. આ વ્યવસ્થા 1 ઓગસ્ટ 2021 થી અમલમાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામનું/ હવે સરળતાથી કરી શકશો ઑનલાઇન ફ્રોડની ફરિયાદ, ગૃહ મંત્રાલયે જારી કર્યો હેલ્પલાઇન નંબર

Bansari

નરોડામાં મોબાઈલ ટાવર ઉપર ચડેલાં યુવાનને બે કલાકની મહેનત બાદ ફાયર વિભાગેબચાવી લીધો

pratik shah

ઓ બાપ રે! સીતાનો રોલ કરવા માટે આલિયા ભટ્ટે લીધી આટલી તગડી ફી! તૂટી જશે તમામ રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!