GSTV

માઉન્ટ આબુમાં -5 ડિગ્રી : નખી તળાવમાં બરફ જામ્યો, ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડી

આબુ

Last Updated on December 19, 2020 by Bansari

ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાનના આબુમાં તાપમાનનો પારો માઈનસ પાંચ ડિગ્રીથી પણ નીચે ગગડી ગયો હતો. આબુના નખી તળાવમાં બોટ અને પાણીની વચ્ચે બરફ જામી ગયો હતો. મેદાનોમાં પણ જાણે બરફની ચાદર પથરાઈ ગઈ હતી. ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું હતું.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશભરમાં કાતીલ ઠંડીનું મોજું 24થી 25મી ડિસેમ્બર સુધી રહેશે. તે પછી થોડીક રાહત થશે. આગામી એક સપ્તાહ સુધી કોલ્ડવેવ યથાવત રહેશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર ભારતનું મિનિમમ તાપમાન છેક 30મી ડિસેમ્બર સુધી બે ડિગ્રીએ પહોચી જાય તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય.

ઠંડી

આબુની તળેટીમાં પણ તાપમાનનો પારો માઈનસ 2.5 ડિગ્રી

રાજસ્થાનમાં તાપમાનનો પારો માઈનસની નીચે નોંધાયો હતો. ખાસ તો માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ પાંચ ડિગ્રી નોંધાયું હતું. સૌથી ઓછું તાપમાન ગુરૂશિખરમાં નોંધાયું હતું. એ સિવાય આબુની તળેટીમાં પણ તાપમાનનો પારો માઈનસ 2.5 ડિગ્રી સુધી દર્જ થયો હતો. નખી તળાવમાં પાણી થીજી ગયું હતું. તળાવને કાંઠે પડેલી બોટમાં બરફ જામી ગયો હતો અને મેદાનોમાં તો બરફની ચાદર પથરાઈ ગઈ હતી.

ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, કાશ્મીર, રાજસ્થાન જેવા રાજ્યોમાં હાડ ગાળતી ઠંડી પડી હતી. તેના કારણે આ રાજ્યોમાં જનજીવન ખોરવાઈ ગયું હતું.

દિલ્હીમાં મૌસમનો સૌથી ઠંડો દિવસ

હિમાચલ પ્રદેશના કેલોંગનું તાપમાન માઈનસ 10 ડિગ્રી થયું હતું. હિમાચલ પ્રદેશના ઘણાં સ્થળોએ તાપમાનનો પારો શૂન્યની નીચે પહોંચી ગયો હતો. પાટનગર દિલ્હીમાં મૌસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. દિલ્હીમાં ઓછામાં ઓછું 2.7 ડિગ્રી તાપમાન અનુભવાયું હતું. કેટલાય સ્થળોનું તાપમાન 2.7થી ચારની આસપાસ દર્જ થયું હતું. એ ઉપરાંત ઠંડો વાયરો ફૂંકાયો હતો.

ઉત્તર પ્રદેશમાં પણ કાતિલ શીતલહેર અનુભવાઈ હતી. યુપીના ઘણાં સૃથળોનું તાપમાન ત્રણથી પાંચ સુધી થઈ જતાં ભારે ઠંડકનો અનુભવ થયો હતો. પંજાબ-હરિયાણામાં પણ તાપમાનનો પારો ગગડીને શૂન્ય આસપાસ પહોંચી ગયો હતો. અમૃતસરનું તાપમાન 0.4 નોંધાતા જનજીવન ઠપ થયું હતું.

ચંદીગઢમાં 4.4, પટિયાલામાં 3.2, હિસારમાં ત્રણ સુધી તાપમાન ગયું હતું. જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમા મધરાતનું તાપમાન માઈનસ 11 થયું હતું. શ્રીનગરમાં પણ તાપમાનનો પારો ગગડીને 6.4 થયો હતો. જમ્મુ-કાશ્મીરના કેટલાય સ્થળો થીજી ગયા હતા. બરફવર્ષાના કારણે કાશ્મીર ઘાટીમાં બરફની ચાદર પથરાઈ ગઈ હતી.

Read Also

Related posts

Homemade Butter: ઘરે આ રીતે સરળતાથી બનાવો અમૂલ જેવું બટર, જાણી લો શું છે રીત

Bansari

YouTube આપી રહ્યું છે વધુ કમાણી કરવાનો અવસર, Shorts બનાવવા પર મળી શકે છે 7.5 લાખ રૂપિયા

Damini Patel

છૂટછાટ/ ભારતીયો સહિત આ 6 દેશના નાગરિકોને UAEમાં પ્રવેશને મંજૂરી, પૂરી કરવી પડશે આ મહત્વની શરતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!