GSTV
Home » News » પ્રયાગરાજ કુંભ મેળામાં 5 કરોડ લોકો બીજું શાહી સ્નાન કર્યું

પ્રયાગરાજ કુંભ મેળામાં 5 કરોડ લોકો બીજું શાહી સ્નાન કર્યું

પ્રયાગરાજના કુંભ મેળામાં આજે મૌની અમાવસ્યાના બીજા સ્નાનમાં પાંચ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી હતી. આ સાથે આજ સુધી કુલ ૧૨.૪૯ કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું હતું. કુંભ મેળામાં આજે વિક્રમી માનવ મેદની ઉમટી પડી હતી.

કુંભ મેળામાં ૭૪૯ કરોડ શ્રદ્ધાળુએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. કુંભ મેળાનું પ્રથમ શાહી સ્નાન મકર સંક્રાંતિમાં થયુ હતું તેમાં ૧૫મી જાન્યુઆરીએ બે કરોડ, ૧૬મી જાન્યુઆરીએ ૨૫ લાખ ત્યારબાદ ચાર દિવસ સુધી રોજ પાંચ લાખ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી.

જાન્યુઆરી ૨૧થી ૩૦ દરમિયાન ગંગા, યમુના, સરસ્વતીના સંગમ સ્થાનમાં સરેરાશ રોજ પાંચથી સાત લાખ લોકો ડૂબકી લગાવી રહ્યા હતા. જાન્યુઆરી ૩૧ એકાદશી નિમિત્તે ૨૫ લાખ અને ચોથી ફેબુ્રઆરીએ મૌની અમાવસ્યા નિમિત્તે ફેબુ્રઆરીની પહેલી તારીખે ૩૫ લાખ, બીજીએ એક કરોડ અને ત્રીજીએ ૧.૫૦ કરોડે સ્નાન કર્યું હતું. આજે સોમવારે પાંચ કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવતા કુલ ૧૨.૪૯ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૩ના કુંભ મેળામાં મૌની અમાવસ્યામાં કુલ ત્રણ કરોડ લોકોએ સ્નાન કર્યું હતું તે વિક્રમ આજે તૂટયો હતો. પ્રયાગરાજના ૪૦ ઘાટ પર રવિવારની મધરાતથી શાહી સ્નાન શરુ થયું હતું. આ દરમિયાન માનવ મહેરામણ ઉમટી પડયો હતો. મેળામા ૪૦,૦૦૦ જેટલી એલઇડી લાઇટ હતી તેના કારણે અદ્ભુત નજારો ઉભો થયો હતો. શ્રદ્ધાળુઓએ ‘હર હર ગંગે’ના નારા સાથે ડૂબકી લગાવી હતી. ત્યાર બાદ સોમવારે આખો દિવસ શ્રદ્ધાળુઓનું સ્નાન ચાલુ હતું.

મૌની અમાવસ્યાનું સ્નાન પાપ નિવારણ કરે છે તેવી ગાઢ શ્રદ્ધા સાથે હિન્દુ સંતોની આગેવાનીમાં શાહી સ્નાન યોજાય છે. કુંભ મેળાની ૫૦ દિવસની અવધિમાં મૌનિ અમાવસ્યાનું મહત્ત્વ છે અને આ વર્ષે સોમવારનો સંયોગ થતા તેનું મહત્ત્વ વધી ગયું હતું.

૩૨૦૦૦ હેક્ટરમાં ફેલાયેલા કુંભ મેળામાં વાહનો પ્રવેશવા પર પ્રતિબંધ વચ્ચે કડકડતી ઠંડીમાં રાત્રે શ્રદ્ધાળુઓ પગપાળા સંગમ તરફ દોડી રહ્યા હતા. મૌની એટલે મૌન પરંતુ શાહી સ્નાન વખતે ‘હર હર ગંગે’ અને ‘ગંગા મૈયા કી જય’ના નારા સતત ગુંજતા રહ્યા હતા. નાગાબાવાનું જૂથ શાહી સ્નાન માટે પ્રવેશ્યું ત્યારે આ નારાઓ ગગનભેદી બન્યા હતા અને અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું. મૌની અમાવસ્યાના દિને ‘પિંડદાન’નું પણ મહત્ત્વ છે તેમજ ગરીબ ગુરબાને દાન કરવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા છે.

બીજા શાહી સ્નાનમાં સાત શૈવ, ત્રણ વૈષ્ણવ, બે ઉદાસીન અને એક શીખ એમ ૧૩ અખાડાએ ભાગ લીધો હતો. દરેક અખાડા માટે ૩૦થી ૪૦ મિનિટ ફાળવાઈ હતી. મેળામાં ૪૦ પોલીસ સ્ટેશન સહિત અભૂતપૂર્વ સલામતી વ્યવસ્થા હતી. ૧૨ વાયરલેસ ગ્રીડ અને ઇમરજન્સી સેવાઓ પણ હતી. ૪૪૦ સીસીટીવી દ્વારા મેળા પર નજર રાખવામાં આવી હતી. ેઆજે સોમવારે કુંભનગરી પૃથ્વી પરનું સૌથી મોટું આકર્ષણ બન્યું હતું. ભીડને કારણે કેટલાક ઘાટના દરવાજા બંધ કરવા પડયા હતા.

Related posts

આપના ધારાસભ્ય પાર્ટીથી થયા અસંતુષ્ટ, આપ્યું આ મોટું નિવેદન

Path Shah

આ છે દેશનાં સૌથી ‘સુંદર’ સાંસદ, સોશ્યલ મીડિયા પર થઇ રહી છે ચર્ચા

Riyaz Parmar

લોકસભા ચૂંટણી પરિણામ બાદ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ તેજ થઈ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!